RMC/ મનપાની વેરા વસુલાત શાખા એ આજે ફરી ૨૫ મિલકતો કરી સીલ, ૫૫ મિલ્કતોને જપ્તીની નોટીસો, ૬૩ લાખ રિકવરી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ વર્ષ ૨૦૨૦-૨૧ ની  રીકવરી ઝુંબેશ આજ રોજ હેઠળ કુલ- ૨૫ મિલ્કતોને સીલ, ૫૫-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૬૩ લાખ રીકવરી કરેલ છે.સે.ઝોન દ્વારા ૧૦ – મિલ્કતોને સીલ,  ૧૭-મિલ્કતોને જપ્તી નોટીસ

Rajkot

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ વર્ષ ૨૦૨૦-૨૧ ની  રીકવરી ઝુંબેશ આજ રોજ હેઠળ કુલ- ૨૫ મિલ્કતોને સીલ, ૫૫-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૬૩ લાખ રીકવરી કરેલ છે.સે.ઝોન દ્વારા ૧૦ – મિલ્કતોને સીલ,  ૧૭-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૮  લાખ,  વેસ્ટ ઝોન દ્વારા ૯ – મિલ્કતોને સીલ, ૨૦  -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૫  લાખ તથા ઇસ્ટ ઝોન દ્વારા  ૬ – મિલ્કતોને સીલ, ૧૮-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૦ લાખ રીકવરી કરેલ છેઆ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

                                                     વોર્ડ નં- ૧

·         ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ગુરુદત્તાત્રેય આવેલ ૩ (ત્રણ) કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૫૨ લાખ રીકવરી

                                                    વોર્ડ નં- ૩

·         દરબારગઢ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ ૨ (બે) યુનિટને જપ્તીની નોટીસ સામે રૂા.૧.૨૭ લાખ રીકવરી

·         પરસાણાનગર માં આવેલ “આદર્શ વિધામંદિર” યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૦૦ લાખ

                                                     વોર્ડ નં-૪

·      “ખોડલધામ પ્રેટ્રોલીમ” ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૨૩ લાખ.

                                                     વોર્ડ નં- ૫

·   જુના માર્કેટીંગ યાર્ડ માં ૫-દુકાનના માંગણા સામે રીકવરી રૂ.૨૮૦ લાખ

                                                     વોર્ડ નં- ૬

·      પરશુરામ ઇન્ડ. એરીયામાં ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૩૦ લાખ.

                                                      વોર્ડ નં- ૭

·         “ધનરંજની કોમ્પ્લેક્ષ” માં ૧-યુનિટને સીલ મારેલ.

·         “કુબેર ક્લાસીસ કોમ્પ્લેક્ષ” માં દુકાન નં.૮ અને ૧૨ ના યુનિટને સીલ મારેલ.

·         “જીમ્મી ટાવર” માં દુકાન નં.૧,૧૨, અને ૩૫ એમ કુલ ૩-યુનિટને સીલ મારેલ.

                                                      વોર્ડ નં- ૮

·         કોટેચાનગર મેઈન રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩૦,૦૦૦/- રીકવરી

·         “હોટેલ કે.કે.” ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩.૭૫ લાખ.

·         અમીન માર્ગ પર ૩-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૬૦ લાખ.

·         “ઇમ્પીરીયલ હાઇટસ” માં આવેલ શોપ નં.૫૦૨ ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૭,૦૦/-

                                                         વોર્ડ નં- ૯

·      “નવદુર્ગા હોલ” યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬.૦૦ લાખ.

                                                         વોર્ડ નં- ૧૦

·         યુનીવર્સીટી રોડ પર સરદારજી ઢાબાના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતાં રૂ. ૧,૩૮,૦૦૫/- રીકવરી

·         યુનીવર્સીટી રોડ પર આવેલ “સત્યમ શિવમ સુંદરમ” અપાર્ટમેન્ટમાં ગ્રા.ફ્લોર ૧- યુનિટ ને સીલ મારેલ.

·         રૈયા ચોક પાસે આવેલ “વેસ્ટ ગેટ” કોમ્પ્લેક્ષ માં ૪-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૮૮ લાખ

                                                        વોર્ડ નં- ૧૨

·    વાવડી ઇન્ડ. એરીયામાં ૪-યુનિટને સીલ મારેલ તથા રીકવરી રૂ.૩.૪૦ લાખ

                                                           વોર્ડ નં- ૧૩

·      બેકબોન રેસીડન્સીમાં આવેલ ૫ કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ તથા રૂ. ૫૬,૯૦૦/- રીકવરી

·      ગોંડલ રોડ પર આવેલ “પેરેડાઇઝ સ્ટીલ” યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૭૯ લાખ.

·      ગોંડલ રોડ પર આવેલ “શ્રી રામ સેલ્સ એજન્સી” યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૦૦ લાખ.

·      વાવડી વિસ્તારના જીવરાજ પાર્ક  માં આવેલ “રૂષભ એન્ટરપ્રાઇઝ” ના માંગણા સામે રીકવરી રૂ.૨.૮૬ લાખ.

                                                              વોર્ડ નં- ૧૪

·         ગુંદાવાડી વિસ્તારમાં રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩૦,૬૦૦/- રીકવરી

·         જીલ્લા ગાર્ડન રોડ પર ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૩૦ લાખ.

·         “સાગર સ્ટીલ ટ્યુબ” ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧..૬૪ લાખ.

                                                                વોર્ડ નં- ૧૬

·      કોઠારીયા રોડ પર આવેલ ૧-કોમર્શીયલ યુનિટ બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૮૯ લાખ.

·      પટેલનગરમાં ૧-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૦,૦૦૦/-

                                                                વોર્ડ નં- ૧૭

·         અટીકા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૦૧ લાખ રીકવરી

·         નેહરુનગર વિસ્તારમાં રીકવરી રૂ.૧.૪૮ લાખ

·         સહકાર મે. રોડ પર આવેલ ૪-યુનિટને જપ્તીની નોટીસ આપેલ.

.