Not Set/ #Rajkot/ ચા નાં શોખીનો માટે આવ્યા સારા સમાચાર, હવે માણી શકશો ઘરની બહાર ચાની ચુસ્કીનો આનંદ

દેશમાં લોકડાઉન 4.0 અમલમાં મુક્યા બાદ ગુજરાતમાં પણ 31 મે સુધી હવે લોકડાઉનનું પાલન કરવામાં આવવાનું છે ત્યારે રાજ્ય સરકારે દરમિયાન ઘણી દુકાનો, ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ વચ્ચે આજે ચા શોખીનો માટે એક સારા સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ રાજકોટમાં આજથી ચા ની હોટેલ અને કીટલીઓને ખુલવામાં આવશે. આ પહેલા […]

Gujarat Rajkot

દેશમાં લોકડાઉન 4.0 અમલમાં મુક્યા બાદ ગુજરાતમાં પણ 31 મે સુધી હવે લોકડાઉનનું પાલન કરવામાં આવવાનું છે ત્યારે રાજ્ય સરકારે દરમિયાન ઘણી દુકાનો, ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ વચ્ચે આજે ચા શોખીનો માટે એક સારા સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ રાજકોટમાં આજથી ચા ની હોટેલ અને કીટલીઓને ખુલવામાં આવશે. આ પહેલા મ્યુનિસિપલ કમિશ્નરે ગઇ કાલે એટલે કે મંગળવારે જે આદેશ આપ્યો હતો તેને પાછો ખેંચતા આજે આ આદેશ આપ્યો છે.

રાજકોટમાં એક તરફ પાન-મસાલાની દુકાનો ખોલવાની પરવાનગી અને હવે ચા ની કીટલી ખોલવાની પરવાનગી મળ્યા બાદ રાજકોટવાસીઓ ખુશીમાં ઘેલા બન્યા છે. આ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચા ની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ચા ની દુકાનો રેસ્ટોરન્ટની વ્યાખ્યામાં આવે છે. માટે ત્યાં ઉભા રહીને ચા પીવાની છૂટ નહોતી આપવામાં આવી. મ્યુનિસિપલ કમિશનરનાં આ નિર્ણયથી ચા ની ચુસ્કી લગાવનારાઓમાં દુઃખની લાગણી ફેલાઇ હતી. જો કે આજથી લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટનાં કારણે સવારનાં સમયે શહેરમાં ચા ની કિટલીઓ ખુલી હતી. લોકો પણ 55 દિવસનાં લોકડાઉન બાદ બહાર આવીને મિત્રો સાથે ચા ની ચુસ્કી માણતા નજરે પડ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.