Social media: સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે આ સંબંધમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગુરુવારે, તેમણે જાહેરાત કરી કે સોશિયલ મીડિયાને ઍક્સેસ કરવા માટે લઘુત્તમ વય મર્યાદા 16 પર સેટ કરવા માટે કાયદો ઘડવામાં આવશે. અગાઉ, વડાપ્રધાને સંસદમાં વય મર્યાદા સંબંધિત કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ સ્પષ્ટ કટ-ઓફ ઉંમરનો ઉલ્લેખ કર્યો ન હતો.
વડાપ્રધાન અલ્બેનિસે જણાવ્યું હતું કે સરકાર બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લઘુત્તમ વય મર્યાદા લાદશે, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે, અને તેને રોકવું જરૂરી છે. “આ એક ગંભીર સામાજિક મુદ્દો છે, જેના પરિણામો આપણે જાણીએ છીએ.”
online platform પર કડક કાર્યવાહી
સરકારી યોજના અનુસાર, જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઍક્સેસને પ્રતિબંધિત કરવામાં નિષ્ફળ જશે, તો તેમને દંડ કરવામાં આવશે. જો કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમના માતા-પિતા અથવા વાલીઓ પર કોઈ કાર્યવાહી અથવા દંડ લાદવામાં આવશે નહીં.
‘વિશ્વનો અગ્રણી કાયદો’
ઓસ્ટ્રેલિયન સરકારનો આ પ્રસ્તાવિત કાયદો સંસદમાં પસાર થયાના 12 મહિના પછી અમલમાં આવશે અને સુરક્ષા કમિશનરની ઓફિસ દ્વારા તેને લાગુ કરવામાં આવશે. વડાપ્રધાન અલ્બેનીઝે તેને ‘વિશ્વ અગ્રણી કાયદો’ તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક અપવાદો અને છૂટની જોગવાઈ કરવામાં આવશે જેથી અણધાર્યા પરિણામો ટાળી શકાય. તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો યોગ્ય પગલું છે.
ઓસ્ટ્રેલિયન સરકારની દરખાસ્ત બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને સોશિયલ મીડિયાની સંભવિત નકારાત્મક અસરોને મર્યાદિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ પણ વાંચો:એબ્રોસેક્સ્યુઆલિટી શું છે? સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ચર્ચા
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર પોસ્ટ like કરતા કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢ્યો
આ પણ વાંચો:યુવતીને વિધર્મી સાથે સોશિયલ મીડિયા સંપર્ક ભારે પડ્યો, મોતના આરે પહોંચી ગઈ
