Daman News: દમણમાં ચોમાસા દરમિયાન દરિયા (Daman Sea Accident)માં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં નાની દમણ જેટી નજીક ચાર યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન તોફાની મોજા અને તેજ પાણીના પ્રવાહની ઝપેટમાં બે યુવકો આવી ગયા હતા. લાઇફગાર્ડે એક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો, જ્યારે બીજો યુવક દરિયામાં તણાઈ જતા લાપતા થયો છે. ગુમ યુવકની ઓળખ બિહારના ગયા જિલ્લાનો અને હાલ દમણમાં રહેતા આકાશ કુમાર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે બોટ અને જરૂરી સાધનો સાથે દરિયામાં શોધખોળ શરૂ કરી છે.

Daman Sea Accident: નાની દમણ જેટી પાસે ચાર યુવકો દરિયામાં ઉતર્યા
મળતી માહિતી પ્રમાણે નાની દમણના રીંગણવાડા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા ચાર મિત્રો બપોરના સમયે નાની દમણ જેટી નજીક દરિયા કિનારે પહોંચ્યા હતા. ચોમાસાની સિઝનને કારણે દરિયામાં ઊંચા મોજા અને તેજ પ્રવાહ હોવા છતાં ચારેય યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા.
દમણ પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયા (Daman Sea Accident)માં ન્હાવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં યુવકો દરિયામાં ઉતર્યા હતા.દરમિયાન અચાનક આવેલા પ્રચંડ મોજાની ઝપેટમાં બે યુવકો આવી ગયા હતા અને બંને પાણીના તેજ પ્રવાહ સાથે દરિયાની અંદરની તરફ ખેંચાઈ ગયા હતા.

લાઇફગાર્ડે એક યુવકને બચાવ્યો
બે યુવકો દરિયામાં તણાતા બીચ પર ફરજ બજાવી રહેલા લાઇફગાર્ડની નજર તેમના પર પડી હતી. લાઇફગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.ભારે જહેમત બાદ એક યુવકને સલામત રીતે દરિયાની બહાર લાવવામાં સફળતા મળી હતી. જોકે, આકાશ કુમાર તેજ પ્રવાહમાં તણાઈ જતાં તેની કોઈ ભાળ મળી ન હતી.
આકાશ કુમાર લાપતા થતાં પરિવારજનોમાં આક્રંદ
આકાશ કુમાર દરિયા (Daman Sea Accident)માં તણાઈ ગયો હોવાની જાણ થતાં તેના પરિવારજનો અને પરિચિતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાંબા સમય સુધી યુવકની કોઈ ભાળ ન મળતાં પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.ઘટનાને પગલે નાની દમણ જેટી પાસે ગમગીન માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ શરૂ કરી
બનાવની જાણ થતાં દમણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ બોટ અને જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા દરિયામાં લાપતા આકાશ કુમારની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરિયા કિનારે એકત્ર થયેલી ભીડને દૂર કરી રેસ્ક્યુ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. યુવકની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસામાં દરિયાથી દૂર રહેવાની અપીલ
આ ઘટના ચોમાસા દરમિયાન દરિયામાં ન્હાવાના જોખમ અંગે ફરી એક વખત ચેતવણી આપે છે. ચોમાસામાં દરિયામાં ઊંચા મોજા અને પાણીનો પ્રવાહ અચાનક તેજ બનતો હોવાથી ન્હાવા ઉતરવું જોખમી બની શકે છે.પ્રશાસન દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે દરિયા (Daman Sea Accident)માં ન ઉતરવું અને લાઇફગાર્ડ તથા પોલીસની સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સહેલાણીઓ અને સ્થાનિકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો:રાજુલામાં નદીમાં ન્હાવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી
આ પણ વાંચો:ઝાંઝરી ધરામાં અમદાવાદ 3 યુવાનો ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ
આ પણ વાંચો:ચોગઠ ગામે કાળુભાર નદીમાં ૩ યુવાનો ડૂબ્યા, ઘટના બાદ તંત્ર ઉદાસીન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
