Amreli News/ રાજુલામાં નદીમાં ન્હાવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી

કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે

Top Stories Gujarat Others

Amreli News : રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબી જતા ચકચાર મચી છે. નદીમાં ન્હાવા પડેલા આ યુવાનો  ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ અહિં આવી પહોંચ્યા છે અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા છે.

​​​​​​​ઈન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે, 4 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ ચેક-અપના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાય છે રકમ

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું