- આંકડા છુપાવી રહી છે સરકાર – તંત્ર
- કે પછી તંત્ર અને સરકાર જ છે ગફલતમાં
- ગાંધીનગર છેલ્લા 10 દિવસમાં 118 લોકોના મોત
- સેકટર 30 સ્મશાન ગૃહમાં 118 ડેડબોડીને અગ્નિદાહ
- તંત્રની મરણના આંકડા છુપાયાની વિગત આવી સામે
- તંત્રનાં આંકડા પ્રમામે થયા છે ફક્ત 2 મોત
- સ્મશાન ગૃહના ચોપડે 10 દિવસમાં 118 લોકોના મોત
કોરોના મહામારીમાં ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોવાામાં આવી રહી છે. કોરોનાનાંકાળમાં આંકડાની માયાજાળ વિશે પૂર્વે પણ ઘણા વિવાદો જોવામાં આવ્યા હતા અને હાલ પણ આવી રહ્યા છે. સરકાર અને સ્થાનીક તંત્રનાં આંકડામાં કાયમી વિસંગતતા હવે નવી વાત નથી. કોરોનાનાં કાળમાં સૌથી વધુ જે આંકડા મામલે બબાલ થઇ છે તે છે કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડા.
આમ તો સરકાર દ્વારા વારંવાર કહેવામા આવે જ છે કે, તમામ કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે. પરંતુ યોગ્ય એટલે શું તે કોણ નક્કી કરે? આ તો દલાતલવારી જેવો ક્યાસ…. કહેવાતા સરકારી દાવા મુજબ જ તંત્રના દાવાની પોલ ખુલી ગઈ છે.
કોરોનાનાં કારણે અનેક લોકો રોજબરોજ મોતને ભેટે છે. સરકારી ચોપડે નોંધાતા મૃત્યુના આંકડાની સામે સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલથી કરાયેલી અંતિમ સંસ્કારના આંકડામાં મસમોટ તફાવત જોવા મળ્યો છે. જેનાથી સ્થાનિક તંત્રએ મોતના આંકડા છુપાવ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
જી હા, વાત કરવામાં આવી રહી છે ગાંઘીનગરની, કોરોના મોતના આંકડા પર ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ગાંધીનગરમાં સરકારી ચોપડે 10 દિવસમાં ફક્ત 2 જ મોત નોંધાયા છે, જ્યારે ગાંધીનગરનાં સ્મશાનગૃહમાં 118 લોકોનાં કોરોના પ્રોટોકોલ સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનું નોંધવામાં આવે છે. આમ સરકાર અને તંત્ર ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવાતા હોવાનો ખુલાસો થયો છે જેમાં છેલ્લા 10 દિવસમાં 118 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે સરકારી ચોપડે 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં સરકારી ચોપડે માત્ર 2 જ મોત નોંધાયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
