Not Set/ ખાઈ જોવો આ મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું

શિયાળા ઋતુની શરૂઆત થતાની સાથે જ દરેક શાકવાળાઓ પાસે તાજીતાજી અને કુણી લીલી હળદર જોવા મળવા લાગે છે. આ લીલી હળદરને સમારીને સરખી રીતે 2 વખત ધોઈને તેમાં મીછું અને લીંબુ ચોળીને સલાડની જેમ ખાવાની તો મજા જ કંઈક અલગ છે. જો કોઈ વખત જમવાનો મૂડ ઓછો હોય અથવા તો જે તે દિવસે કોઆ શાક […]

Health & Fitness Lifestyle

શિયાળા ઋતુની શરૂઆત થતાની સાથે જ દરેક શાકવાળાઓ પાસે તાજીતાજી અને કુણી લીલી હળદર જોવા મળવા લાગે છે. આ લીલી હળદરને સમારીને સરખી રીતે 2 વખત ધોઈને તેમાં મીછું અને લીંબુ ચોળીને સલાડની જેમ ખાવાની તો મજા જ કંઈક અલગ છે. જો કોઈ વખત જમવાનો મૂડ ઓછો હોય અથવા તો જે તે દિવસે કોઆ શાક ખાવાની ઈચ્છઆ ન થતી હોય ને.., તો ખાલી આ ભોજનની થાળીમાં  2 ચમચી મીઠું-લીંબુ ચોળેલી હળદર સલાડ તરીકે લઈને ખાજો.. અને પછી જો જો કમાલ.. ન ભાવતું શાક ખાવાની પણ મજા પડી જશે.. તો પછી આ લીલી હળદર આટલવી જ રુચીકર અને ટેસ્ટી હોય, તો વિચારો.. આ હળદરનું શાક તો કેટલું ટેસ્ટી બનવાનું.. તો પછી ચાલો., આજે તો તમને શીખવી જ દઈએ આ લીલી હળદરનું સુપર ટેસ્ટી શાક બનાવતા…

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
500 ગ્રામ ટમેટાની અધ્ધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર
500-750 ગ્રામ લસણ
500 ગ્રામ ઘી
500 ગ્રામ દહીં (લસ્સી જેવું)
250 ગ્રામ આદું
250 ગ્રામ મરચાની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા
200 ગ્રામ કોથમીર
200-400 ગ્રામ સમારેલ ગોળ
મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત:

– સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી (બળી ન જાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
– ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
– લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે ગરમા ગરમ જ સર્વ કરો.
આ સિવાય લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય.

નોંધ:- જો તમને શાકમાં ગળપણ ન ભાવે તો ગોળ ન ઉમેરવો..