Not Set/ video: જામનગરમાં જુથ અથડામણ, એકબીજા પર કાચની બોટલો અને ઇંટો ઉછળી

જામનગર જામનગરમાં મોડી રાત્રે જુથ અથડામણનો બનાવ સર્જાયો હતો. ત્યારે સામાન્ય બાબતે 20 થી 30 જેટલા શખ્સો દ્વારા કાચની બોટલોથી એકબીજા પર ઘા કરવામાં આવ્યા હતા. તેમજ વાહનોમાં પણ ભારે નુકશાન કરવામાં આવ્યા હતા. તો આ બનાવની જાણ થતાં જ એકાએક 10 જેટલી પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. […]

Top Stories Gujarat Trending Videos

જામનગર

જામનગરમાં મોડી રાત્રે જુથ અથડામણનો બનાવ સર્જાયો હતો. ત્યારે સામાન્ય બાબતે 20 થી 30 જેટલા શખ્સો દ્વારા કાચની બોટલોથી એકબીજા પર ઘા કરવામાં આવ્યા હતા. તેમજ વાહનોમાં પણ ભારે નુકશાન કરવામાં આવ્યા હતા.

તો આ બનાવની જાણ થતાં જ એકાએક 10 જેટલી પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જામનગરના સુભાષ માર્કેટ નજીક ભોય વાડા વિસ્તારમાં ગત મોડી રાત્રે 20 થી 30 શખ્સો સામસામે આવી ગયા હતા.

આગાઉના મન દુખને લઈને કેટલાક શખ્સો દ્વારા તોફાન કરવામાં આવ્યો હતો. જેમાં એકબીજા પર કાચની બોટલો, ઈંટો, સહિત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ઇજાગ્રસ્તોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.