Not Set/ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને ખાસ પેકેજ આપવાની કરી શકે છે જાહેરાત

આર્ટિકલ 370 નાં હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. દરમિયાન, કેન્દ્ર સરકાર રાજ્ય વિશે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે, જેમા ખાસ પેકેજોની આશા રાખવામાં આવી રહી છે. મંગળવારે જમ્મુ-કાશ્મીર વિષય પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી. કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરનાં સ્થાનિક નેતાઓ ભ્રષ્ટાચારનાં […]

Top Stories India

આર્ટિકલ 370 નાં હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. દરમિયાન, કેન્દ્ર સરકાર રાજ્ય વિશે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે, જેમા ખાસ પેકેજોની આશા રાખવામાં આવી રહી છે. મંગળવારે જમ્મુ-કાશ્મીર વિષય પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી. કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરનાં સ્થાનિક નેતાઓ ભ્રષ્ટાચારનાં સમુદ્રમાં ડૂબી ગયા હતા. સ્થિતિ એવી હતી કે કેન્દ્ર સરકારની 89 જેટલી યોજનાઓનો ક્યારેય સમાવેશ કરવામાં આવ્યો નથી. પણ હવે ચિત્ર બદલાયું છે.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, વિકાસ એ અમારો એજન્ડા છે. સરકારનો સ્પષ્ટ મત છે કે, વિકાસથી જ લોકોનાં દિલ જીતી શકાય છે. આ સાથે તેમણે કહ્યું હતુ કે, અમે વિકાસનો એવો દાખલો લખીશું, જે પછી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં લોકો પણ કહેશે કે જમ્મુ-કાશ્મીર રહેવા માટે આદર્શ સ્થળ છે. મલિકે એમ પણ કહ્યું હતું કે, આ વ્યવસ્થા તેમને નથી ગમી રહી જે ઘાટીને તેમની સંપત્તિ ગણાવી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશે માહિતી આપતા, ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે, જમ્મુની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. જ્યાં સુધી કાશ્મીર ઘાટીની વાત છે ત્યાં મોટાભાગનાં વિસ્તારોમાં શાંતિ છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓની સમસ્યા નથી. ઘાટીમાં પ્રાથમિક શાળાઓ પહેલેથી જ ખોલવામાં આવી છે, જ્યાં સુધી હાઇ સ્કૂલ અથવા તેથી ઉપરની શૈક્ષણિક સંસ્થાઓનો સવાલ છે, તે પણ ખોલવામાં આવશે. તબક્કાવાર રીતે ટેલિફોન એક્સચેંજ ખોલવામાં આવી રહ્યા છે. તણાવની છૂટી છવાઇ માહિતી ઘાટીનાં કેટલાક વિસ્તારોમાંથી આવે છે. પરંતુ તેનો સ્વરૂપ સ્થાનિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.