બુધવારે વહેલી સવારે મુંબઈનાં લાકડાનાં બજારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. લાકડાનાં બજારમાં લાગેલી આગથી કોઈ જાનહાની થઈ નથી. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને સાથે 10 પાણીનાં ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ, વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઇ હતી. લોકોએ આગને જોતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી.
હાલ આગને કાબૂમાં લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સારી વાત એ રહી કે કોઈ જાનહાની થઈ નથી. આગને કાબૂમાં લેવામાં આવ્યા બાદ, આગની ઘટના દરમિયાન બજારની અંદર કોઈ એન્ટ્રી થઈ હતી કે કેમ તે ઘટનાની બરાબર પહેલા કોઈ અંદર ગયો કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
Mumbai: A fire has broken out in a timberyard at Santa Sawta Marg in Mustafa Bazaar of Mazgaon, in Byculla. 8 fire tenders present at the spot. More details awaited. #Maharashtra pic.twitter.com/Ahb5yAO2fF
— ANI (@ANI) August 27, 2019
મુંબઇ ફાયર બ્રિગેડનાં પ્રમુખ એસ રહાંગદલેનાં જણાવ્યા અનુસાર ગોરેગાંવ પશ્ચિમમાં ઉદ્યોગ નગર ઈંન્ડસ્ટ્રિયર એસ્ટેટનાં પ્લોટ નંબર સાતમાં સવારે લગભગ 6.57 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનાં બે ગોડાઉનમાં લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
