જેવુ કરીશું એવું જ પામીશું આ કહેવત વોશિંગ્ટનના ચોર માટે સાચી પડી છે. એક યુવક રોડ પર આવેલી એક દુકાનની અંદરથી ચોરી કરી રહ્યો હતો, ત્યારે જ કોઈ તેની ટ્રક ચોરી કરી ગયું. આ વિશે વોશિંગ્ટનના કેનેવિક પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબુક પોસ્ટમાં કરી ઘટનાની માહિતી આપી છે.
આપણે જણાવી દઈએ કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કારના માલિકે જણાવ્યુ કે કોઈ કાર ચાલક તેની પિક અપ ગાડી ચોરી ગયું છે અને ટ્રકની ચાવી પણ એમની એમ જ રાખીને ગયો હતો.
જો કે જ્યારે પોલીસે ત્યાં રહેલા CCTV ચેક કર્યા તો ઘટના કઇક બીજી જ બની હોય તેવું સામે આવ્યું. પોલીસે CCTV જોયા ત્યારે ખુલાસો થયો કે કેલી રોડ પર બનેલી દુકાનમાં ચોરી કરવા માટે આવ્યો હતો.
https://www.facebook.com/Kennewickpolice/videos/465943784247267/
વોશિંગ્ટન પોલીસે ફેસબુક પર પોસ્ટ શેર કરતા જણાવ્યુ કે,’અમે ઘટનાનો વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે જ નવી વાત સામે આવી. કેલી આ ઘટનાસ્થલે રોડ પર બનેલી દુકાનમાં ચોરી કરવા આવ્યો હતો.’
ફૂટેજમાં દેખાય છે કે કાર ચોરનાર વ્યક્તિએ ટ્રકની પાછળ પોતાની બાઈક ઉભી રાખી અને પછી ટ્રક લઈને ફરાર થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
