ઘણીવાર એક સામાન્ય ભૂલ તમને યમરાજનાં દર્શન કરાવી શકે છે. ખાસ કરીને ડ્રાઈવિંગ દરમિયાન સાવધાની રાખવી ખૂબ જ જરૂરી હોય છે પરંતુ ઘણા લોકો ઉતાવળમાં ભૂલી જાય છે કે આ જલ્દી તેમને મોટી મુસિબતમાં નાખી શકે છે, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો – OMG! / 23 કરોડ રૂપિયાની લાલચમાં આ શખ્સે કાપી નાખ્યા પોતાના બન્ને પગ, જાણો પૂરી વિગત
ઘણીવાર સાંકડા રસ્તાઓ પર જગ્યા ઓછી હોવાના કારણે ટ્રાફિક જામ થાય છે અને આવી સ્થિતિમાં બાઇક સવાર મોટાભાગે મોટા વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક સવારે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારપછી તે બાઇક સવાર સાથે જે થયું તે જોઈને કોઈનાં પણ રૂંવાટા ઉભા થઈ જશે. વીડિયોમાં શ્રીનગરથી લદ્દાખ જતા પહાડી રોડ પર લોખંડનાં પાઈપોથી ભરેલી ટ્રક દેખાઈ રહી છે અને તેની પાછળ એક બાઇક સવાર જઇ રહ્યો હતો, જે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હિમ અને વરસાદનાં કારણે પહાડોની બાજુમાં બનેલા મોટાભાગનાં રસ્તાઓ લપસે તેવા બની જાય છે. ત્યારે વાહનો ખૂબ જ સાવધાનીથી ચલાવવા પડે છે. વળી, જો રસ્તાની બાજુમાં ઊંડો ખાડો હોય, તો તમારે એક પણ ડગલુ ભરતા થોડો વિચાર કરવો જોઇએ, કારણ કે જો કાળજી રાખવામાં ન આવે તો તમારી સાથે મોટો અકસ્માત થઈ શકે છે. આવું જ કંઈક આ બાઇક સવાર સાથે થયું, જ્યારે તે રસ્તા પર જઈ રહેલા માલસામાનથી ભરેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઇક સવાર ભીના માટીથી ભરેલા રસ્તા પર સીધો ગાડી ચલાવી રહ્યો છે, થોડે દૂર બાઇક ચલાવ્યા પછી તેને તેની સામે લોખંડનાં પાઈપોથી ભરેલી બે ટ્રક જોવા મળે છે. તે ટ્રકની નજીક પહોંચતા જ તેણે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેની બાઇકનું સંતુલન બગડી જાય છે અને તેની બાઇક પડી જાય છે. આ ઘટનામાં, તે બચી ગયો, કારણ કે જો તેની બાઇક થોડી વધુ લપસી ગઈ હોત, તો તે ઊંડી ખીણમાં પડી ગયો હોત, જેના પછી તેનો જીવ બચાવવો અશક્ય હતો. આ વીડિયો વાયરલ હોગની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જ્યાં તેને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ સાથે લોકો આવા જોખમી સ્થળોએ સાવચેતી રાખવાની ખાસ સલાહ પણ આપી રહ્યા છે.
