Ahmedabad News/ અમદાવાદમાં પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકે વાઘને બાથ ભીડવાનો કર્યો પ્રયાસ, કારસ્તાન ભારે પડ્યું…જુઓ વીડિયો

યુવક વાઘના પાંજરે ચઢી અંદર રહેલા ઝાડ પર ચઢી જાય છે.

Gujarat Ahmedabad Videos

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં યુવકે પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વિચિત્ર કરતૂત કરતા સુરક્ષાકર્મીઓએ તેને ધોઈ નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમમાં ઘેલા પ્રેમીએ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા વાઘ(Tiger)ને બાથ ભીડવાનું કારસ્તાન કરવાનું ભારે પડ્યું છે.

હાલ વેલેન્ટાઈન વીક (Valentine Week) ઉજવાઈ રહ્યું છે, ત્યારે રવિવારે અમદાવાદના કાંકરિયા ઝૂ(Kankria Zoo)માં પ્રેમીએ વાઘની સામે પોતે કેટલો તાકાતવર છે તે બતાવવાનું શૂરાતન ચઢ્યું હોવાથી પાંજરા પર ચઢ્યો હતો. જોકે, યુવકનો પગ લપસતાં વાઘનો શિકાર થતાં માંડ માંડ બચ્યો છે, કહી શકાય કે આજે તે વાઘનો કોળિયો જ બની જાત, જો સમયસર તેનો બચાવ ન થયો હોત તો.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં રવિવારે વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં 26 વર્ષીય યુવક વાઘના પાંજરામાં જાણીજોઈને ઉતરી ગયો હતો. રખિયાલમાં રહેતો યુવક પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા આવી કરતૂત કરી હોવાનું સામે આવ્યું છે.

વાયરલ વીડિયો(Video)માં જોવા મળી રહ્યું છે કે યુવક વાઘના પાંજરે ચઢી અંદર રહેલા ઝાડ પર ચઢી જાય છે. આ જોઇને વાઘ પણ પોતાની બોડમાંથી બહાર નીકળીને શિકારની રાહ જોઈને બેઠેલો વીડિયોમાં જોવા મળે છે. જો ભૂલથી પણ યુવકનો પગ લપસ્યો હોત તો જીવનનો અંત આવી જાત. વીડિયોમાં યુવક પાંજરેથી ઉતર્યા બાદ પ્રાણીસંગ્રહાલયના સુરક્ષાકર્મીઓએ તેને મેથીપાક ચખાડ્યો હતો તેમ જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચિત્તાની સંખ્યા વધારવામાં ‘વાઘ’ની સંખ્યા ઘટી!!

આ પણ વાંચો:જ્યારે ટાઇગર બોટમાંથી નદીમાં કૂદ્યો… લોકોએ કહ્યં – આ તો ‘લાઇફ ઓફ પાઇ’નો સીન છે

આ પણ વાંચો:પાંચ ખતરનાક વાઘ વચ્ચે એકલો બેઠો ડોગ, પછી થયું