Junagadh News: જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદે બેટિંગ ચાલુ રાખી છે. હવામાન વિભાગે(IMD) આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. આજે સવારથી જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. મેંદરડા તાલુકામાં સવારે 6 થી બપોરે 12 દરમિયાન 13 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે. જ્યાં બીજી બાજુ સૌરાસ્ટ્રના સૌથી મોટી નદી શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.
[fvplayer id=”33″]
જૂનાગઢમાં માણાવદરમાં વરસાદ, ગાયત્રી મંદિર પાસે ફસાયેલ લોકોનું કરાયું રેસ્ક્યૂ
જુનાગઢમાં અતિવૃષ્ટીને કારણે અનેક લોકોને જીવન ગુજરાનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. માણાવદર તાલુકામાં મુશળધાર વરસાદના કારણે નિચલાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માણાવદરમાં 4:30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વની વાત એ છે કે ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રહેણાંક લોકો મુશ્કેલીમાં ફસાયા હતા. આ વિસ્તારમાં ફસાયેલા 10 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રહેણાંકની મદદથી ફસાયેલા લોકોને પાણીમાંથી બચવવામાં હતા. આ બધા લોકોને સુરક્ષિત સ્થળે એ પહોંચાડવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ચેતતા રહેવા અને નિચલાભાગના વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ જાહેર કરી છે.
[fvplayer id=”32″]
ગુજરાતના બધા દરિયાઈ પોર્ટ પર 3 નંબરનું ભયદર્શક સિગ્નલ બતાવવામાં આવ્યું છે
ગુજરાતમાં અનેક દરિયાઈ વિસ્તારમાં મુશળધાર વરસાદે રંગ બતાવ્યો છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા પર સૂચના આપવામાં આવી છે. અને બધા પોર્ટ પર હાલ ભયદર્શક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

કેશોદમાં લોકો ફસાયા
જુનાગઢના કેશોદ તાલુકામાં સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મઘરવાડા અને ડેરવાણ ગામોનો રોડથી પરિવહન તૂટી ગયુ છે, આથી 22 લોકો રસ્તામાં ફસાયા છે. તાત્કાલિક બચાવ માટે NDRFની ટીમ સ્થળ પર પહોંચી રહ્યા છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા અને રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે.
આ ઉપરાંત, કેશોદના ચાંદીગઢ ગામની પ્રાથમિક શાળામાં પૂર વેગે પાણી ઘૂસ્યા.
વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતાં નિચલાભાગના ગામોને એલર્ટ કરાયા
જૂનાગઢના વંથલીમાં પણ મુશળધાર વરસાદે મચાવી ધૂમ. વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ પરથી 2.10 મીટરનો ઓવરફ્લો નોંધાયો છે, જેના પરિણામે સ્થાનિક તંત્ર દ્વારા નિચલાભાગ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કણજા, આખા અને ટીકર સહિતના ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. મદદનીશ ઇજનેરે પણ લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી રહેણાંક લોકોમાં સાવચેતી અને સલામતીનો માહોલ દેખાઈ રહ્યો છે.
દાત્રાણામાં પણ જળબંબાકાર
દાત્રાણા ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં નિચલાભાગ વિસ્તારમાં ફસાયેલા 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે પહોંચાલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કાર્યરત છે. મધુવંતી નદી પરનો રસ્તો બંધ થતા અવરજવર પર અસર પડી છે, જોકે જૂનાગઢ-મેંદરડા રોડ હાલ ખુલ્લો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નિચલાભાગના વિસ્તારોમાં ન જવા અપીલ જાહેર કરી છે.
માણાવદરમાં પાણી ઘૂસ્યા
સવારથી વરસી રહેલા વરસાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને માણાવદરની ગલીઓમાં પણ પાણી ભરાયા.
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યમાં આજે થઈ શકે છે સાર્વત્રિક મેઘમહેર
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,12 જિલ્લામાં યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
