Not Set/ બનાસકાંઠા: ફરી એક વખત પડ્યું કેનાલમાં ગાબડું, મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

બનાસકાંઠા, બનાસકાંઠામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે હવે વાવના રડોસણ કેનાલમાં ગાબડું પડતા તંત્રના ભષ્ટ્રાચારની પોલ છતી થઇ છે. આ કેનાલ ભાટવર ગામની સીમમાં આવેલી છે. જ્યાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બગાડ થયો છે. એક તરફ છેવાડાના ખેડૂતો સિંચાઇ માટેના પાણીને લઇને વલ્ખા મારી રહ્યા છે. ત્યારે […]

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે હવે વાવના રડોસણ કેનાલમાં ગાબડું પડતા તંત્રના ભષ્ટ્રાચારની પોલ છતી થઇ છે. આ કેનાલ ભાટવર ગામની સીમમાં આવેલી છે. જ્યાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે.

કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બગાડ થયો છે. એક તરફ છેવાડાના ખેડૂતો સિંચાઇ માટેના પાણીને લઇને વલ્ખા મારી રહ્યા છે. ત્યારે કેનાલમાં પડતા ગાબડાને લઇને ખેડૂતો ચિંતમાં ગરકાવ થયા છે. ખેડૂતોએ તંત્રના અધિકારીઓએ કેનાલના કામકાજમાં ભષ્ટ્રાચાર કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા છે.