Vadodara News : વડોદરામાં ટેન્ડર મંજુર થયા બાદ દોઢ લાખની લાંચ લેનારા મહાનગર સેવા સદન વડોદરાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક શાંતીલાલ પરમાર સામે Acbમાં ગુનો નોંધાયો છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદી( નિષ્ફળ છટકાના ફરીયાદી) એ ૨૦૧૮ માં વડોદરા મહાનગર પાલીકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ આશરે રૂપીયા 60,000 નું વડોદરા મહાનગર પાલિકા ધ્વારા ટેન્ડર બહાર પાડ્યું હતું. જે કામ કરવા માટે ફરિયાદીએ ઓનલાઇન ટેન્ડર ભર્યું હતું.
જેમાં આ કામના આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક શાંતીલાલ પરમારે ફરિયાદીનો સંર્પક કરી તમારુ ટેન્ડર મંજુર થયું છે જેના પાંચ ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખ આપવા પડશે, એમ કહ્યું હતું. જેમાં ફરિયાદીએ અગાઉ રૂ. 1,50,000 કૌશિક પરમારને આપી દીધા હતા. પરંતુ ફરિયાદીએ કામ ન થતા તેમણે પરમારનો સંર્પક કરતા પરમારે કહ્યું હતું કે બાકીના રૂ. 1,50,000 આપી દો. જેનું રેકોર્ડીંગ ફરિયાદીએ કરી લીધું હતું.
આથી ફરિયાદીએ વડોદરા શહેર એ.સી.બી. માં ફરીયાદ આપતા જે ફરીયાદ અનુસંધાને તા. ૨૧/૧૧/૨૦૧૮ ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની સ્વીકારેલ નહિ. છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવેલ. જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન સાહેદ અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગના નો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000 ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વીરુધ્ધ પો.ઇન્સ. શ્રી એ.એન.પ્રજાપતિ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ સરકાર તરફે ફરીયાદી બનીને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
