Rajkot News: રાજકોટની PDU મેડિકલ કોલેજમાં રેગિંગ(Ragging)ના બનાવમાં કોલેજ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગ કરવા બદલ બીજા અને ત્રીજા વર્ષના કુલ 14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી મેડિકલ કોલેજ પરિસરમાં ચકચાર મચી ગઈ છે.
Ragging :ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે મહિનાની સજા
રેગિંગ (Ragging)ના બનાવમાં સંડોવાયેલા ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોલેજ સત્તાવાળાઓએ તપાસ બાદ આ કડક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા વર્ષના વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી
બીજા વર્ષના બે વિદ્યાર્થીઓને એક મહિના માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે બીજા વર્ષના અન્ય પાંચ વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, બંને વર્ષના મળીને કુલ 14 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ છે.
શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્શન
સસ્પેન્ડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય તેમજ હોસ્ટેલ (Hostel)માંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ (Rajkot)ની PDPU મેડિકલ કોલેજ (PDU Medical College)ના આ નિર્ણયથી અન્ય વિદ્યાર્થીઓને પણ કડક સંદેશ મળ્યો છે કે રેગિંગ સામે કોઈ ઢીલ રાખવામાં નહીં આવે.
આ પણ વાંચો: વડોદરા GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો આક્ષેપ, માનસિક ત્રાસથી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
આ પણ વાંચો:સુરત લો કોલેજમાં રેગિંગનો મામલો, વિદ્યાર્થીની ફરિયાદ બાદ કોલેજ તંત્ર દોડતું થયું
આ પણ વાંચો:નવી સિવિલમાં ડો. યોગેનના મોત મામલે ABVPનો વિરોધ, રેગિંગ-માનસિક ત્રાસની તટસ્થ તપાસની માગ
