Surendranagar News/ ચોટીલા નજીક ઓડી કારે ત્રણ શ્રદ્ધાળુઓને અડફેટે લીધા, બે મહિલાના ઘટનાસ્થળે જ મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે અકસ્માત (Chotila Accident)માં બે મહિલાનાં કરુણ મોત, એક પુરુષ ગંભીર, ઓડી કારે ત્રણ શ્રદ્ધાળુઓને અડફેટે લીધા

Gujarat Others Breaking News
Chotila Accident

Surendranagar News: ચોટીલા નજીક બનેલ અકસ્માત (Chotila Accident)ની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. પૂરઝડપે દોડતા જીવનને પળવારમાં થંભાવી દેતી આ દુર્ઘટનામાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાઈ છે.

Chotila Accident:આપાગીગાના ઓટલા પાસે સર્જાઈ કરુણાંતિકા

રાજકોટ-અમદાવાદ હાઈવે (Rajkot Ahmedabad Highway) પર ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે આ બનાવ બન્યો હતો. અહીં પ્રસાદી લેવા ગયેલા શ્રદ્ધાળુઓ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઓડી કાર (Audi Car)ના ચાલકે ત્રણ શ્રદ્ધાળુઓને અડફેટમાં લીધા હતા. ટક્કર એટલી ગંભીર નીવડી કે બે મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

ઈજાગ્રસ્ત પુરુષને રાજકોટ ખસેડાયો

અકસ્માતમાં એક પુરુષને ગંભીર ઈજા પહોંચી છે. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ બાદ ચોટીલા પોલીસ (Chotila Police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: નખત્રાણામાં ટ્રેલર-મોપેડ અકસ્માતમાં બે શિક્ષિકાનાં મોત, અઠવાડિયામાં કચ્છમાં 3 અકસ્માતમાં 13નાં મોત

આ પણ વાંચો: તાપીના નિઝર નજીક અકસ્માત, ટ્રાવેલ્સ અને વેગનઆર કાર વચ્ચે ટક્કર થતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: અમદાવાદમાં કારચાલકની બેદરકારીથી અકસ્માત! 3થી 4 લોકોને લીધા અડફેટે