Tapi News: જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ નજીક ગમખ્વાર અકસ્માત (Tapi Accident)સર્જાયો છે. ટ્રાવેલ્સ બસ અને વેગનઆર કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
Tapi Accident :સુરતથી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, બંને યુવકો સુરત (Surat)થી લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાયગઢ નજીક ટ્રાવેલ્સ (Travels) અને વેગનઆર કાર (Wagon R) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકોને બચવાની કોઈ તક મળી નહોતી.
મહારાષ્ટ્રના બે યુવકોએ જીવ ગુમાવ્યો
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકોની ઓળખ પંડિત દેવરે અને કૃષ્ણ શિરસાઠ તરીકે થઈ છે. બંને મૃતકો મહારાષ્ટ્રના નંદુરબાર (Nandurbar)ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે જ બંનેના મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નિઝર પોલીસે તપાસ હાથ ધરી, ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો
અકસ્માતની જાણ થતાં નિઝર પોલીસ (Nizar Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત સમાચાર (Gujarat News) મુજબ, અકસ્માતનું સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: વેકેશન બાદ સ્કૂલે જતી 5 વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત, SG હાઈવે પર કાર પલટતાં ચાલકે જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં કારચાલકની બેદરકારીથી અકસ્માત! 3થી 4 લોકોને લીધા અડફેટે
આ પણ વાંચો: કચ્છમાં ભયાનક અકસ્માત: 3 શ્રમિકોનાં મોત, 2 ગંભીર
