Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં કોરોના (Corona)થી 2 મહિલાઓનાં મૃત્યુ (Death) થયા છે. અમદાવાદના દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે. મહિલા હાઇપરટેન્શન અને બીપી જેવા રોગોથી પીડાતા હતા. તો બીજી બાજુ 18 વર્ષની ગર્ભવતી યુવતીનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર 47 વર્ષીય મહિલાનું મોત 4 દિવસ અગાઉ થયું હતું. કોર્પોરેશન દ્વારા આંકડા છુપાવવામાં આવતા તંત્રની પોલમપોલ ખુલી છે. શહેરમાં કોરોનાનાં 50 કેસ નોંધાયા છે.
રાજકોટ (Rajkot)માં કોરોના (Corona)નાં વધુ 7 નવા કેસ નોંધાયા છે. જેમાં 4 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 40 થઈ ગઈ છે. રાજ્યમાં 3 વર્ષ બાદ કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કેસ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે.
સુરત (Surat)માં કોરોના દર્દીઓની સંખ્યા 25 પર પહોંચી છે. શહેરમાં વધુ 3 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, એક વૃદ્ધ, એક બાળક, થાઈલેન્ડથી પરત આવેલ મહિલા કોરોના પોઝિટિવ આવતા ત્રણેય દર્દીઓને ઘરમાં જ આઈસોલેશન હેઠળ રખાયા છે.
કોરોનાનો ચેપ ટાળવા માટે આ કરો
માસ્કનો ફરજિયાત ઉપયોગ: ઘરની બહાર અને જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક પહેરો.
સામાજિક અંતર: એકબીજાથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવો. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
હાથની સ્વચ્છતા: વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
લક્ષણો પર ધ્યાન આપો: જો તમને શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણો લાગે, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ડૉક્ટરની સલાહ લો.
રસીકરણ: જેમણે હજુ સુધી રસી લીધી નથી તેઓએ રસીના બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ શક્ય તેટલી વહેલી તકે લેવા જોઈએ.
આ પણ વાંચો:અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના, હાલ NICUમાં સારવાર હેઠળ
આ પણ વાંચો:કચ્છમાં કોરોનાની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કામગીરી શરૂ
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાનો વધતો વ્યાપ, જામનગરમાં એક કુટુંબના ચાર સભ્યોને કોરોના
