Kutch News/ કચ્છમાં કોરોનાની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કામગીરી શરૂ

કયા પ્રકારનો વાયરસ છે તેની માહિતી લેવાશે. બંને દર્દીઓ હાલમાં હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat

Kutch News: કચ્છ (Kutch)ના ભુજ (Bhuj)માં કોરોના (Corona)નો કેસ નોંધાયો છે. ભુજ ખાતે કોરોનાનાં 2 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બંને દર્દીઓને હાલમાં હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

ભુજમાં કોરોનાનાં 2 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તંત્ર ડોર ટુ ડોર સર્વે કરી માહિતી એકત્ર કરશે. કયા પ્રકારનો વાયરસ છે તેની માહિતી લેવાશે. બંને દર્દીઓ હાલમાં હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. દર્દીઓની સંભવિત ટ્રાવેલિંગ હિસ્ટ્રી હોવાની આશંકા સાથે તપાસ કરાશે. મોડી રાત સુધી તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગઈકાલે અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. શહેરમાં હાલમાં કોરોનાના 76 સક્રિય કેસ છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં કોરોનાના કુલ 89 કેસ નોંધાયા છે.

વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોના ચેપના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે, જેમાં સૌથી વધુ 430 કેસ કેરળમાં અને 209 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં પણ 104 સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસ વધ્યા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે, પરંતુ વધતા કેસોને ધ્યાનમાં રાખીને, સરકારે સાવચેતી રાખવાની સૂચનાઓ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનાં 20 કેસ! કુલ 31 એક્ટિવ કેસ

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ, યુવતી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા