Ahmedabad News: અમદાવાદમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર શહેરમાં કોરોના (Corona)નાં 20 કેસ નોંધાયા છે. ગઈકાલે 13 કેસો એક્ટિવ હતા. જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 31 કેસો સક્રિય હોવાની માહિતી મળી છે.
નડિયાદ (Nadiad)માં 8 મહિનાની બાળકીમાં કોરોના (Corona) વાયરસની પુષ્ટિ થઈ છે. બાળકી બીમાર પડી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં ડોક્ટરે તેનો રિપોર્ટ લીધો હતો. જેમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં 20 વર્ષની યુવતીને શ્વાસની તકલીફ થતાં સોલા સિવિલ (Sola civil hospital)માં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યારે 84 વર્ષના વૃદ્ધ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
હાલ બાળકી અને તેના પરિવારને આઈસોલેટ કરાયા છે. જીલ્લામાં કોરોના (Corona)નો પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ગઈકાલનાં આંકડા અનુસાર રાજ્યમાં કોરોનાનાં 13 કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 31 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર, કોર્પોરેશન સફાળે જાગી ઉઠ્યા છે. આ મહિનામાં 40 કેસ નોંધાયા છે તેમજ 33 સક્રિય હોવાની વિગતો મળી છે. રાજકોટ, મહેસાણામાં 1-1 કેસો નોંધાયા છે.

બનાસકાંઠાનાં પાલનપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બેંગકોંકથી પરત આવેલ બાળકને હોમ આઈસોલેટ કરાયો છે. બનાસ મેડિકલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 50 ઈમરજન્સી બેડ તૈયાર કરાયા છે.
ભારતમાં કોરોના (Corona)ના સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે. 95 કેસ સાથે કેરળ મોખરે છે. તમિલનાડુ 66 કેસ સાથે બીજા ક્રમે છે, મહારાષ્ટ્ર 56 કેસ સાથે ત્રીજા ક્રમે છે, કર્ણાટક 13 કેસ સાથે ચોથા ક્રમે છે અને પુડુચેરી 10 કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસોમાં વધારા પાછળ ઘણા કારણો છે. રસી દ્વારા શરીરમાં બનાવેલી રોગપ્રતિકારક શક્તિમાં ધીમે ધીમે ઘટાડો, મિશ્ર હવામાન વગેરે આ માટે જવાબદાર છે. આંધ્રપ્રદેશમાં કોરોના માટે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
આ પ્રકારો LF.7 અને NB1.8 છે, જે બંને JN.1 પ્રકારથી આગળ છે. નોંધનીય છે કે JN.1 પ્રકારનો ઉપયોગ તાજેતરમાં કોવિડ રસી તૈયાર કરવામાં કરવામાં આવ્યો હતો. રજાઓ પછી થાઇલેન્ડમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. નવો પ્રકાર રસી દ્વારા બનાવેલી રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરે છે.
આ પણ વાંચો:ગુજરાત રાજયમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ, યુવતી કોરોના પોઝિટિવ
આ પણ વાંચો:શું ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ? આ દેશમાં મચ્યો હડકંપ
