ત્રિવેન્દ્રમ,
છેલ્લા કેટલાક દિવસથી કેરળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજયભરમાં પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. સતત વરસાદના કારણે આવેલા પુર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
#Visuals from Kochi airport that has been shut till August 18 due to incessant rains. #Keralafloods pic.twitter.com/xtXrAbovxg
— ANI (@ANI) August 15, 2018
પેરિયાર નદીમાં ડેમના ગેટ ખોલાયા બાદ નદીનું પાણી એરપોર્ટમાં ફરી વળ્યું છે અને આ કારણે કોંચી એરપોર્ટ પર આગામી ૧૮ ઓગષ્ટ બપોરે ૨ વાગ્યા સુધી ઉડાનો રદ્દ કરવામાં આવી છે. બીજી બાજુ મુન્નારમાં એક દીવાલ ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જયારે ૬ લોકોના મોત નીપજ્યા છે.
Kerala: Death toll due to flooding caused by heavy and incessant rains in the state rises to 67. (File pic) pic.twitter.com/UrUMcjugc8
— ANI (@ANI) August 15, 2018
આ સાથે રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં ૬૭ લોકોના મોત થયા છે. જેમાં મયપ્પુરમમાં ૧૭, ઈડુક્કીમાં ૧૬ અને તીરુવંતપુરમમાં ૭ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ૬ લોકો લાપતા હોવાના બતાવવામાં આવી રહ્યા છે.
India Meteorological Department issues Red Alert in the entire state of Kerala. #KeralaFloods pic.twitter.com/I4GqJMUrOS
— ANI (@ANI) August 15, 2018
આ વચ્ચે મંગળવાર રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા વાયનાડ, કોઝિકોડ, મલપ્પુરમ, પલક્ક્જ, ઈડુક્કી અને અર્નાકુલમમાં ગુરુવાર સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.

કેરળમાં પડી રહેલા મુશળધાર વરસાદ અને પુરના કારણે બે હજાર ઘરોમાં નુકશાન પહોચ્યું છે. રાજ્યભરમાં ૭૧૮ રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે, જેમાં ૮૫ હજાર ૩૯૮ લોકોને રાહત કેમ્પ પહોચાડવામાં આવ્યા છે.
Had a detailed discussion with Kerala CM Shri Pinarayi Vijayan regarding the unfortunate flood situation in the state. Centre stands firmly with the people of Kerala and is ready to provide any assistance needed, tweets PM Narendra Modi. (File pic) pic.twitter.com/4PfWTYnnqy
— ANI (@ANI) August 15, 2018
કેરળમાં જોવા મળી રહેલી વિકટ પરિસ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં કેન્દ્ર સરકાર કેરળના લોકો સાથે મજબૂતીથી ઉભી છે અને તેઓએ હસંભાવ મદદ પહોચાડવા માટે પણ તૈયારી બતાવી છે.
કેરળમાં આવેલા પૂરની પરિસ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી કે જે અલ્ફોન્સે કહ્યું, “કેરળમાં ૧૪ જિલ્લામાંથી ૧૧ પૂરથી પ્રભાવિત છે. કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાબળોના જવાનોની ટુકડીઓ મોકલી છે અને છેલ્લા ત્રણ દિવસમાં રાજ્ય પ્રશાસન અને અન્ય ટીમો મદદ કરી રહી છે”.
