સુરતમાં પીવાના પાણીની લાઈનમાં ટેસ્ટિંગ દરમ્યાન ભંગાણ પડ્યું હતુ. માંડવીના અમલસાડી ગામની સીમમાંથી પસાર લાઈનમાં ભંગાણ થયુ હતુ. પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું હતુ.
લાઇનમાં ભંગાણથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતુ. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 10 ફૂટ ઊંચે પાણીના ફુવારા ઊડ્યા હતા. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી.
સ્થાનિકોએ અધિકારીને જાણ કરતા પાણી બંધ કરાયું હતુ. ઉલ્લેખનીય છે કે એકબાજુ કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળતુ નથી. તો બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયુ હતુ. ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે અને તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
