Not Set/ અપહરણની ફરિયાદ ન નોંધતા સુરતના PI એન. ડી. સોલંકી સસ્પેન્ડ

સુરત: અપહરણ જેવી ગંભીર ઘટના અંગેની ફરિયાદ ન નોંધવા બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયતના પીઆઈ એન. ડી. સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ સુરત પોલીસમાં ટૂંકા સમયગાળામાં સસ્પેન્ડ થનારા સોલંકી ચોથા પીઆઈ છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે, કોઈ પણ ફરિયાદી પોલીસ મથક પર પહોંચે તો તુરંત તે […]

Gujarat Surat Trending
Surat PI N.D. Solanki suspend for not registering abduction complaint

સુરત: અપહરણ જેવી ગંભીર ઘટના અંગેની ફરિયાદ ન નોંધવા બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયતના પીઆઈ એન. ડી. સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ સુરત પોલીસમાં ટૂંકા સમયગાળામાં સસ્પેન્ડ થનારા સોલંકી ચોથા પીઆઈ છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે, કોઈ પણ ફરિયાદી પોલીસ મથક પર પહોંચે તો તુરંત તે વ્યક્તિની ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરવી. આમ છતાં લિંબાયત પોલીસમથકના પીઆઈ એન.ડી. સોલંકી દ્વારા લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા એક યુવાનનું અપહરણ કરીને રૂપિયા દોઢ લાખની ખંડણી માંગ્યા બાદ તે યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ અપહરણ જેવી ગંભીર ઘટનામાં તેમણે ફરિયાદ નોંધી ન હતી. આથી પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ અંગેની ઘટના એવી છે કે, લિંબાયતમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં રહેતા એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ થયા બાદ યુવાનના પિતા લિંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર જોશીએ ફરિયાદ તૈયાર કરીને ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ)ને ગુનો નોંધવા માટે આપી હતી.

આ પછી પીએસઓએ આ મામલે પોલીસ ઇન્સ્પેકટર (પીઆઈ) એન. ડી. સોલંકીને ફોન કરીને આ અપહરણની ફરિયાદ નોંધવી કે નહીં તે અંગેનું માર્ગદર્શન માંગ્યું હતું. જે અને પીઆઈ એન.ડી. સોલંકીએ ગુનો નોંધવાની ના પડી હતી.

આ મામલે પોલીસ કમિશનરે હાથ ધરેલી તપાસમાં પીઆઈ સોલંકીએ ફરિયાદ નોંધવાની ના પાડી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના કારણે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પીઆઈ એન.ડી. સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચે તો તાત્કાલિક ધોરણે તે વ્યક્તિની ફરિયાદ નોંધી લેવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા વખતોવખત આદેશ કર્યા છે. આમ છતાં લિંબાયત પોલીસ મથકના પીઆઈ સોલંકી સુરત પોલીસ કમિશનરના આ આદેશને ઘોળીને પી ગયા હતા. આથી પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરી દીધા હતા.

 

ટૂંકા સમયમાં ચોથા પીઆઈ સસ્પેન્ડ થયા

સુરત પોલીસમાં ફરજ બજાવતા લિંબાયતના પીઆઈ એન. ડી. સોલંકીને પોલીસ કમિશનર સતીશ શર્માએ સસ્પેન્ડ કર્યા છે. જેના કારણે ટૂંકા સમયમાં સસ્પેન્ડ થનારા ચોથા પીઆઈ બન્યા છે. આ અગાઉ પીઆઈ નકુમ, પીઆઈ કુબાવત અને પીઆઈ વી.કે. પટેલ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

પીઆઈ નકુમ બીઆરટીએસના ટ્રેકમાં પોતાની કાર ચલાવીને એક વ્યક્તિ સાથે માથાકૂટ કરતા હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પછી સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી આવ્યા હતા ત્યારે પીઆઈ કુબાવતનો બંદોબસ્ત હતો તેમ છતાં કેટલાક યુવાનોને આવીને કેન્દ્રીય મંત્રીને કાળો ખેસ પહેરાવી દીધો હતો. આં ઘટનાના કારણે પીઆઈ કુબાવતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જયારે કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી વિજીલન્સની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેના કારણે સ્થાનિક પોલીસ મથક કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ વી. કે. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.