રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ભારે હોબાળો મચાવ્યો હોવાની વગતો વિદિત થાય છે. NSUI દ્વારા 25 જૂનથી લેવાનાર પરીક્ષા રદ્દ કરવા મુદ્દે બબાલ મચાવવામાં આવી રહી છે. NSUI દ્વારા માંગ કરવામાં આવી છે કે, પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવે અથવા જો પરીક્ષા લેવી જ હોય તો પછી ઓપનબુક કે મોક ટેસ્ટ સિસ્ટમથી પરીક્ષા લેવામાં આવે. અને સાથે સાથે NSUI દ્વારા એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે જો પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થીને કોરોના થાય, તો 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવે. આમ આવી વિવિધ માંગ સાથે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોબાળો મચાવી આ સંદર્ભે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
