Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ ત્રણ જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરી જવાબદારીઓ સોંપી છે.
બળદેવ બ્રહ્મભટ્ટને વડોદરા જિલ્લાની કમાન સોંપવામાં આવી
જાહેર કરાયેલા નિર્ણય મુજબ બળદેવ બ્રહ્મભટ્ટને વડોદરા જિલ્લાની કમાન સોંપવામાં આવી છે. તાજેતરમાં રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં નરેશ ઠાકોરને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત હાર્દિક ટમાલિયાને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે.

Gujarat BJP: વાવ-થરાદ જિલ્લા નવા પ્રમુખની વરણી
પ્રદેશ સ્તરના માળખામાં થયેલા આ ફેરફારોને પગલે વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં નવા નેતૃત્વને તક આપવામાં આવી છે. સાથે જ નવા બનાવાયેલા વાવ-થરાદ જિલ્લામાં પણ સંગઠન મજબૂત બનાવવા માટે નવા પ્રમુખની નિમણૂક કરાઈ છે.
ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં જિલ્લા કક્ષાએ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પાર્ટીએ ત્રણ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાનો સંદેશ આપ્યો છે. વડોદરા, સુરેન્દ્રનગર અને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં નવા નેતૃત્વને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો:મુખ્યમંત્રીએ વિધાનસભા દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી
આ પણ વાંચો:જૂનાગઢ ભવનાથ મેળામાં પોલીસે યુવાનનો જીવ બચાવ્યો
આ પણ વાંચો:જૂનાગઢના ભવનાથ મેળામાં પોલીસ બની દેવદૂત, ખભા પર ઊંચકીને હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવ્યો
