@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના લક્ષ્મણ નગરમાં ગટરીયા પાણી ઉભરાતા લોકોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.છેલ્લા દોઢ મહિનાથી ગટરીયા પાણીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે.અનેક રજુઆત છત્તા કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ પાલિકાને બે દિવસ નું અલ્ટી મેટમ આપ્યું છે.જો બે દિવસ માં કામ નહીં થાહ તો ધરણાં પ્રદર્શન યોજાશે.
![]()
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણ નગરમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરીયા પુરની સ્થિતિનું નિર્માણ પામે છે.વારંવાર તંત્રને રજુઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી.સતત ભરાતા પાણીના કારણે સોસાયટીના પીવાના પાણીની લાઈન માં ગટરીયા પાણી ભળી ગયા છે. જેનાથી પાણી જન્ય અને મચ્છર જન્ય રોગ પણ વધ્યા છે.
દરરોજ સોસાયટીમાં ગટરીયા પાણી ન કારણે કોઈને કોઈ બીમાર પડે છે.સોસાયટીના રહીશો એ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા પાલિકા ને ત્રણ દિવસનું અલ્ટી મેટમ આપ્યું હતું.જો ત્રણ દિવસમાં આ ગટરીયા પુરનું કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવશે.કારણ કે છેલ્લા દોઢ મહિનાની અંદર સોસાયટીના રહીશો અને પ્રમુખ દ્વારા પાલિકા માં પણ વારંવાર રજુઆત કરી છે.
![]()
મેયર તેમજ અધિકારીઓ ને પણ જાણ કરવામાં આવી છત્તા સ્થિતિ ઠેર ની ઠેર રહેતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો .સતત ગટરીયા પાણીના લીકેજને લીધે સોસાયટીમાં ખૂબ જ દુર્ગંધ પ્રસરી છે..જેના કારણે સ્થાનિકોની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ છે.હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકો ના અલ્ટી મેટમ સામે પાલિકા કામગીરી કરે છે કે પછી લોકો ધરણા પર બેસી પોતાનો ન્યાય માંગશે.
![]()
આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી
આ પણ વાંચો:
આ પણ વાંચો: અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી
