રાજકોટમાં રેન્જ દ્વારા સામાકાંઠે આવેલા ત્રણ ઇમિટેશન વેપારીઆેને ત્યાં સર્વે હાથ ધર્યો હતો. આ ત્રણે સ્થળોએથી રૂ.51 લાખની ડીસ્કલોઝર જાહેર થઇ છે.
જેમાં 78 ટકાની પેનલ્ટી સાથે ટેકસ ગણવામાં આવશે.ગઇકાલે બપોર બાદ રેન્જ 1-2ની ટીમે ગાેંડલમાં બે આેઇલના ધંધાર્થીઆે અને જેતપુરમાં ટેકસટાઇલના વેપારીને ત્યાં તપાસ શરૂ કરી હતી ત્યારબાદ સાંજે મોરબીમાં સિરામિક એકમ ઉપર સર્વે હાથ ધરાયો હતો.
સીઆઇટી અજીતકુમાર સિન્હાના માર્ગદર્શન હેઠળ એડીશનલ કમિશનર ઉષા શ્રાેફે સુચના મુજબ ટીમ દ્વારા ચાર અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન ટીમે હિસાબના આવક જાવકના ચોપડા તેમજ કોમ્પ્યુટરના ડેટા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના અંતે મોટા પાયે કરચોરી ઝડપાય તેવી સંભાવના છે.
