Mehasana News: મોડાસામા સિંચાઈની નકલી કચેરીનો મામલે ભીખાજી ઠાકોરે અધિકારીઓનો બચાવ કર્યો હતો. નિવૃત્ત અધિકારી પી.એમ ડામોરનો બચાવ કર્યો હતો. તેની સાથે તેમણે અધિકારીએ ધવલસિંહનો ફોન ન ઉપાડતા બદલો લીધો હોવાનું જણાવાયું હતું. તેમનો દાવો હતો કે અધિકારીને ખોટી રીતે શિકાર બનાવવામાં આવ્યા છે.
તેની સાથે અહીં મહત્ત્વની વાત એ છે કે સિંચાઈ અધિકારી અને ભીખાજી ઠાકોર વેવાઈ છે. તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં સમિતિ દ્વારા તપાસ ચાલું છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં નકલી સિંચાઈ કચેરી ચાલતી હોવાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આક્ષેપ બાદ હવે મામલાની તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય દ્વારા આ સમગ્ર મામલામાં રાજકીય તાર પણ જોડાયેલા હોવાની પણ શંકા દર્શાવી હતી. આમ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મામલાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જે તપાસ સમિતિ દ્વારા પાંચ દિવસમાં જિલ્લા વિકાસ અધિકારીને તપાસ અહેવાલ રજૂ કરવામાં આવશે.
સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિમવામાં આવ્યા છે. જ્યારે ઈજનેર અને હિસાબી વિભાગ તેમજ ટેકનિકલ જાણકાર અધિકારીઓને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ હવે નકલી સિંચાઈ કચેરીની આશંકાએ શરુ કરવામાં આવેલી તપાસનો અહેવાલ આવવા સુધી રાહ જોવામાં આવશે. તપાસમાં સિક્કાઓથી લઈને ફાઈલો પણ ખાનગી બંગલામાં કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું
