Junagadh News: જૂનાગઢમાં એક યુવાને બહાદુરી બતાવવા સિંહ(Lion)ની એકદમ નજીક જઈ સ્ટંટ કર્યા હોવાની ઘટના સામે આવી છે. યુવાને સિંહ સામે બેસી ફોટા અને વીડિયો બનાવ્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થતાં વનવિભાગ હરકતમાં આવ્યું છે.
સિંહ(Lion)ની નજીક જઈ યુવાને બનાવી રીલ
મળતી માહિતી મુજબ, યુવાન સિંહની નજીક ગયો હતો અને સિંહ સામે બેસીને ફોટા પડાવ્યા હતા. આ ઉપરાંત તેણે રીલ (reel) પણ બનાવી હતી. બહાદુરી બતાવવા કરાયેલા આ સ્ટંટથી યુવાને પોતાનો અને સિંહ બંનેનો જીવ જોખમમાં મૂક્યો હતો.
વીડિયો વાયરલ થતાં વનવિભાગ હરકતમાં
યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વનવિભાગ હરકતમાં આવ્યું છે. વનવિભાગે યુવાનને બોલાવ્યો હોવાની ચર્ચા છે. આ ઘટનાને લઈને વન્યજીવપ્રેમીઓ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વન્યજીવોથી સુરક્ષિત અંતર જાળવવું અને ફોટા કે રીલ માટે જોખમી સ્ટંટ ન કરવા.
આ પણ વાંચો:સિંહને જોઈને ગામમાં દોડધામ! અમરેલીમાં ઘરમાં ઘૂસેલા વનરાજનું રેસ્ક્યૂ
આ પણ વાંચો:ગીર ગઢડાના ફાટસરમાં ઊંડા કૂવામાંથી સિંહણ અને નીલગાયના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો:ભાવનગરના જેસરમાં 17 સાવજોની ભવ્ય એન્ટ્રી
