વાહનમાલિકોએ તેમનાં વાહનો માટે પ્રદૂષણ પ્રમાણપત્ર (પીયુસી) મેળવવા માટે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે, એમ આેથોરિટી આેફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ જણાવ્યું છે. એએઆરની ગોવા બેન્ચે વેંકટેશ આેટોમોબાઇલ્સે કરેલી અરજીના પગલે આ આદેશ આપ્યો હતો. તેમાં કહેવાયું હતું કે પોલ્યુશન અંડર કંટ્રાેલ (પીયુસી) પ્રમાણપત્ર રાજય સરકાર વતી હોવાથી ગૂડઝ એન્ડ સવિર્સિસ ટેકસ (જીએસટી)માંથી રાહત મળવી જોઇએ.
વાહનો માટે પોલ્યુશન અંડર કંટ્રાેલ સટિર્ફિકેટ જારી કરવાની પ્રવૃતિને એસએસી (સવિર્સીસ એકાઉન્ટિગ કોડ) 9,991 હેઠળ આવરી લેવાઇ નથી અને તેને રેસિડેન્શિયલ એન્ટ્રી હેઠળ કવર કરાઇ છે અને તેથી તેના પર 18 ટકાના દરે જીએસટી લાગવો જોઇએ, એમ એએઆરે જણાવ્યું હતું. રસ્તા પર દોડતા દરેક વાહન પાસે પીયુસી હોવું જોઇએ, જે નિર્દેશ કરે છે કે વાહન પ્રદૂષણનાં ધારાધોરણો સાથે સુસંગત છે અને તે પર્યાવરણને નુકસાનકારક નથી.
