રિયલમી કંપનીએ તેના લોકપ્રિય સ્માર્ટફોન Realme 2 Pro ની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનની દરેક વેરિયંટની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ કરેલા ઘટાડા બાદ આ Realme 2 Pro ના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરજ ધરાવતું વેરિયંટ હવે રૂ.11,990 માં ઉપલબ્ધ થશે જેની અગાઉની કિંમત રૂ.12,490 હતી.
તે સિવાય ફોનનું બીજુ વેરિયંટ 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. આ ફોનને યૂઝર્સ હવે રૂ.13,990 માં ખરીદી શકશે જે અગાઉ રૂ.14,990 ની કિંમતમાં ઉપલબ્ધ હતો. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત પણ ઘટીને રૂ.15,990 થઇ ચૂકી છે. પહેલા તેની કિંમત રૂ.16,490 હતી.
જણાવી દઇએ કે રિયલમી કંપનીએ અગાઉ પણ સ્માર્ટફોનની કિંમતમાં રૂ.1000 સુધીનો ઘટાડો કર્યો હતો જો કે આ ઘટાડો ફ્લિપકાર્ટના સેલ દરમિયાન કરાયો હતો અને આ સેલ મર્યાદિત સમય માટે જ હતો. હકીકતમાં કંપનીએ હવે તેના દરેક વેરિંયટમાં રૂ.500 ની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેથી હવે કોઇ ઇ-કોમર્સ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ મળશે તો તે અતિરિક્ત ડિસ્કાઉન્ટ હશે. ભારતીય માર્કેટમાં રીયલમીના લોન્ચના થોડાક જ સમયમાં કંપની લોકપ્રિય બની છે.
