pakistan viral video/ પાકિસ્તાનમાં મહિલા સાથે ટોળાંનું અભદ્ર વર્તન, મહિલાના કપડાં સાથે છેડછાડની ઘટનાનો વીડિયો થયો વાયરલ

પાકિસ્તાનમાં એક મહિલા સાથે ટોળાએ અભદ્ર વર્તન કર્યું. મહિલાના પોશાકના કારણે ટોળા દ્વારા તેની સાથે છેડછાડની ઘટના બની. ટોળાએ મહિલા પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો.

Top Stories World
YouTube Thumbnail 2024 02 26T121108.243 પાકિસ્તાનમાં મહિલા સાથે ટોળાંનું અભદ્ર વર્તન, મહિલાના કપડાં સાથે છેડછાડની ઘટનાનો વીડિયો થયો વાયરલ

પાકિસ્તાનમાં એક મહિલા સાથે ટોળાએ અભદ્ર વર્તન કર્યું. મહિલાના પોશાકના કારણે ટોળા દ્વારા તેની સાથે છેડછાડની ઘટના બની. ટોળાએ મહિલા પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો. કેમકે મહિલાએ જે પોશાક પહેર્યો હતો તેમાં અરબીની ડિઝાઈન હતી. પાકિસ્તાનના આ ટોળાને આ અરબીની ડિઝાઈન કુરાનની આયતો હોવાનું લાગ્યું અને તેના પર હુમલો કર્યો. આ ઘટનામાં પોલીસ સમયસર પંહોચી જતા મહિલા ટોળા દ્વારા થતા હુમલામાં રક્ષણ મેળવી શકી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ થયેલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્થાનિક મહિલા પોલીસકર્મીને કહી રહી છે કે મહિલા તેના પતિ સાથે ખરીદી કરવા નીકળી હતી ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. ટોળાંએ મહિલાને કપડાં ઉતારવા કહ્યું. આ મહિલા રેસ્ટોરન્ટમાં જતી હતી ત્યારે ભીડ દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો. દરમ્યાન ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ. પોલીસે રેસ્ટોરન્ટને ઘેરી લીધી અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી.

આ વીડિયોમાં ઘટનાસ્થળે હાજર રહેલા અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરનાર અધિકારીની પ્રશંસા કરવામાં આવી હતી. તે મહિલાને ભીડથી દૂર લઈ જતા જોઈ શકાય છે. મહિલા પોલીસકર્મીની ઓળખ એએસપી સૈયદા શાહરાબાનો નકવી તરીકે થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંજાબ પોલીસ ઓફિસિયલ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં મહિલા પોલીસકર્મીની પ્રશંસા કરવામાં આવી છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કહ્યું, ‘આ મહિલાને ધર્મના નામે મારી નાખવામાં આવી હોત, જો આ ASPએ સમયસર તેને બચાવી ન હોત.’ અન્ય યુઝર કહે છે, ‘મહિલા લોકોથી ઘેરાયેલી હતી કારણ કે તેના કાંડા પર અરબીમાં નામ લખેલા હતા, કેટલાક લોકોએ કહ્યું કે આ કુરાનની કલમો છે. વાસ્તવમાં, એવું નથી. આ માત્ર સરળ અરબી શબ્દો છે અને તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.

મોટાભાગના લોકો મહિલાના સમર્થનમાં બહાર આવ્યા છે. એક યુઝરે આ ડ્રેસની તસવીર પણ શેર કરી છે. બાદમાં પીડિત મહિલાની બીજી તસવીર સામે આવી, જેમાં તે બે મૌલવીઓની વચ્ચે હાથ જોડીને બેઠી છે. મહિલા માફી માંગે છે અને કહે છે કે તે આ ડ્રેસ ફરીથી ક્યારેય નહીં પહેરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો