Not Set/ વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા 

સાવલી તાલુકાના 150 જેટલા કોંગ્રેસી કાર્યકરો એ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૈકી માજી કોંગ્રેસ તાલુકા કારોબારી અધ્યક્ષ બળવંત સિંહ બે

Top Stories Gujarat
savli 2 1 વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા 

@ સંદિપ જેસડિયા- સાવલી, મંતવ્ય ન્યૂઝ 

સાવલી તાલુકાના 150 જેટલા કોંગ્રેસી કાર્યકરો એ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૈકી માજી કોંગ્રેસ તાલુકા કારોબારી અધ્યક્ષ બળવંત સિંહ બે માસ અગાઉ તાલુકા પંચાયતની પોઇચા કનોડા બેઠક પર કોંગ્રેસ થી ચૂંટણી લડેલા મહેન્દ્ર સિંહ ગીરવત સિંહ વાઘેલા અમરાપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ઉજમ બેન સોલંકી સહિતના અગ્રણી ઓ ભાજપમાં જોડાયા છે.

savli 4 વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા 

 

લાંછન પુરા સરપંચ ખુમાણ સિંહ ઝાલા તેમજ ડે સરપંચ વનરાજ સિંહ અને ઝુમખા માજી સરપંચ પ્રવિણસિંહ પરમાર અને પરથમ પુરા માજી સરપંચ અને માજી ધારાસભ્ય ના ખાસ વિશ્વાસુ અને અંગત માણસ લખાભાઈ રબારી સહિતના કોંગી અગ્રણીઓએ ધારાસભ્ય કેતન ઈમાનદાર સાંસદ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસને રામરામ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષનો સમય બાકી છે ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે વાંકાનેર જિલ્લા પંચાયતના કોંગ્રેસના પીઢ અને સંનિષ્ઠ કાર્યકરોને ભાજપમાં સમાવીને રાજકીય ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું તાલુકાના અને જિલ્લાના રાજકીય અગ્રણીઓએ સૂર વ્યક્ત કર્યો છે, અને કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો માર્યો છે.

savli 3 વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા 

આજરોજ સાવલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મિટિંગમાં કોંગ્રેસના આ કાર્યકરોએ ભારત માતાની જય બોલાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, આ વેળાએ ભાજપના મોટાભાગના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તસવીરમાં સાવલી સર્કિટ હાઉસ ખાતે સાંસદ ધારાસભ્ય અને ભાજપ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના દોઢસોથી વધુ પીઢ અગ્રણીઓ ભાજપમાં જોડાયા વેળાની તસવીરો નજરે પડે છે.

savli 4 1 વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા 

majboor str 24 વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા