Not Set/ ગુજરાતમાં દારૂની પરમીટ લેવી થઇ મોંઘી, ઝીંકાયો 400 ટકાનો વધારો

વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા દારૂ પરમીટ મુદ્દે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. દારૂ પરમીટ ના કાયદાને વધારે કડક બનાવવામાં આવ્યો છે. મુંબઈ વિદેશી દારૂ નિયમ, 1953 હેઠળ હાલ, પરમીટની ફોર્મ ફી રૂ. 50 અને આરોગ્ય તપાસણી ફી રૂ. 500 છે.  જે વધારીને પરમીટ પ્રોસેસ ફી રૂ. 2000 તથા આરોગ્ય તપાસણી ફી રૂ. […]

Top Stories Gujarat
liquor a ગુજરાતમાં દારૂની પરમીટ લેવી થઇ મોંઘી, ઝીંકાયો 400 ટકાનો વધારો

વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા દારૂ પરમીટ મુદ્દે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. દારૂ પરમીટ ના કાયદાને વધારે કડક બનાવવામાં આવ્યો છે. મુંબઈ વિદેશી દારૂ નિયમ, 1953 હેઠળ હાલ, પરમીટની ફોર્મ ફી રૂ. 50 અને આરોગ્ય તપાસણી ફી રૂ. 500 છે.  જે વધારીને પરમીટ પ્રોસેસ ફી રૂ. 2000 તથા આરોગ્ય તપાસણી ફી રૂ. 2000 કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ફોર્મ ફી રદ્દ કરી દેવામાં આવી છે.

142255liquor bottle back lit e1537342804253 ગુજરાતમાં દારૂની પરમીટ લેવી થઇ મોંઘી, ઝીંકાયો 400 ટકાનો વધારો

હાલ રાજ્યમાં કુલ 26 એરીયા મેડિકલ બોર્ડ કાર્યરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત એમ કુલ 6 એરીયા મેડિકલ બોર્ડ ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એરીયા મેડિકલ બોર્ડ માં 1- રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર, 2 મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને 3-મેડિકલ કોલેજના પૂર્ણકાલિન એચ.ઓ.ડી.ઓફ મેડીસીનનો સમાવેશ કરવામાં આવશે

.