કાયદો/ રાજય માં આજ થી લવજેહાદના કાયદાનો અમલ શરૂ

રાજયના વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય   સુધારા વિધેયક બહુમતીથી કરવામાં આવ્યું હતું .જેમાં  ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .જે અંતર્ગત  સુધારા કાયદાનો અમલ   ૧૫ જૂનથી એટલે કે આજથી કરવામાં  આવશે. આ કાયદાના પરિણામે જો  લગનની  લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં  આવશે  તો તે તત્વો સામે […]

Gujarat Others
Untitled 152 રાજય માં આજ થી લવજેહાદના કાયદાનો અમલ શરૂ

રાજયના વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય   સુધારા વિધેયક બહુમતીથી કરવામાં આવ્યું હતું .જેમાં  ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .જે અંતર્ગત  સુધારા કાયદાનો અમલ   ૧૫ જૂનથી એટલે કે આજથી કરવામાં  આવશે. આ કાયદાના પરિણામે જો  લગનની  લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં  આવશે  તો તે તત્વો સામે કાયદાકીય લગામ આવશે.

કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો  અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકાશે નહી. આ ઉપરાંત જો ગુનો કરનાર અને કરાવનાર તેમજ મદદ કરનાર કે સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણવામા આવશે.

આ  કાયદા અંતર્ગત કાયદાના  ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ  તેમજ  ૨ લાખ રૂપિયાનો દંડ  શરૂ થશે. જેમાં  સગીર,  અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને .૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. કોઇ નારાજ થયેલી વ્યકિત, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વપે હોય તેવી બીજી કોઇ વ્યકિત દ્રારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે એફ આઇ આર દાખલ કરાવી શકાશે.