ભરૂચ/ સિટીબસના ગેરકાયદેસર રીતે પસેન્જરોનું વહન કરતાં હોવાના આક્ષેપો સાથે ઓટોરિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા

કોરોના કાળમાં આર્થિક માર સહન કરી ચૂકેલા ઓટોરિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ બે મહિનાથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત મુખ્યમંત્રી શહેરી સિટી બસ સેવા યોજના શરૂ કરવામાં આવી છે

Gujarat Others
Untitled 260 સિટીબસના ગેરકાયદેસર રીતે પસેન્જરોનું વહન કરતાં હોવાના આક્ષેપો સાથે ઓટોરિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા

કોરોના કાળમાં આર્થિક માર સહન કરી ચૂકેલા ઓટોરિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ બે મહિનાથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત મુખ્યમંત્રી શહેરી સિટી બસ સેવા યોજના શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારી સમયે ૧૪ જેટલી નવી નક્કોર સિટીબસો ખૂણામાં ઉભી હતી તે સમયે કોરોનાકાળમાં એમ્બ્યુલન્સની સેવાની ગરજ સમા જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી હતી.

જે સેવાને લોકોએ વધાવી લીધી હતી. છેલ્લા બે મહિનાથી સિટીબસ સેવાના આરંભ સાથે જ સિટીબસ સેવા વિવાદમાં આવી હતી. રિક્ષા એસોસિએશન પ્રમુખ સરફરાઝ પટેલ અને ઉપપ્રમુખ એ નિવેદન આપ્યું હતું કે સિટીબસ ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય બસ રૂટ ઉપર બસ સ્ટોપ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે બસ ઉભી કરી ટ્રાફિકને અવરોધવાનું કામ કરે છે. બસ સ્ટોપ ન હોવા છતાં અડધા કલાકથી વધુ સમય સુધી બસો ઉભી રાખવામાં આવે છે.

Untitled 261 સિટીબસના ગેરકાયદેસર રીતે પસેન્જરોનું વહન કરતાં હોવાના આક્ષેપો સાથે ઓટોરિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા

સરકાર માન્ય બેઠક વ્યવસ્થા કરતા વધુ પ્રમાણમાં પેસેન્જરોનું વહન કરી સરકારની કોરોના ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન થાય છે. ઝાડેશ્વર, કૂકરવાડા, શેરપુરા, ઉમરાજ સહિતના ગામ પંચાયતની કોઈપણ પરવાનગી ન હોવા છતાં સિટીબસો ગેરકાયદેસર રીતે ચાલતી હોવાની માહિતી મળી છે. ભરૂચ સાંસદ સભ્ય મનસુખ વસાવા, ભરૂચ વિધાનસભા ધરાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા તેમજ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાને મૌખિક તેમજ આવેદનો આપી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

પણ વાયદાઓ સિવાય કોઈપણ જાતનું ચોક્કસ નિરાકરણ નહિ આવતા ગરીબ ઓટોરિક્ષા ચાલકોના છેલ્લાં બે મહિનાથી રોજીરોટીના પ્રશ્નો ઉભા થતાં ના છૂટકે અચૉક્ક્સ મુદ્દતની હડતાળ કરી સરકારના કાન સુધી વાત પહોંચાડવાનું નક્કી કરેલ છે. જેથી જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના સમર્થનમાં ભરૂચ જિલ્લાના તમામ ઓટોરિક્ષા ચાલકો અચૉક્ક્સ મુદ્દતની હડતાળ કરી હતી. વહેલી સવારથી જ ઓટોરિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરી પડ્યા હતા. સિટીબસને રોકવાનો પ્રયાસ કરતાં જિલ્લા પોલીસે ૧૫૦ થી વધુ ઓટોરિક્ષા ચાલકોની અટકાયત કરી હતી. આંદોલનકારી ઓટોરિક્ષા ચાલકોની સંખ્યા વધુ હોવાથી તમામને જિલ્લા પોલીસ હેડ ક્વૉટર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સુધી તમામ મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ઓટોરિક્ષા એસોસિએશન હજુપણ હડતાળના મૂડમાં જોવા મળ્યા હતા.