સુરેન્દ્રનગર/ થાનમાં ઉંટવી ગામની દિકરીઓ ધો.8 પછી અભ્યાસ કરી શકતી નથી….

ગામ બહાર જવા બસ કે કોઇ વાહનની વ્યવસ્થા જ નથી , આરોગ્યલક્ષી સેવાનો પણ અભાવ

Gujarat
Untitled 44 12 થાનમાં ઉંટવી ગામની દિકરીઓ ધો.8 પછી અભ્યાસ કરી શકતી નથી....

ગ્રામ્ય સ્તર  સુધી સરકારની પહોંચ માટે ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરી હતી. આજે ગુજરાતમાં એજ ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક ગામડાઓ હજુ સુધી વિકાસથી વંચિત છે. આવું જ એક ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાનું ઉંડવી ગામ.

ઉંડવી ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે, અહીંની દીકરીઓ શિક્ષિત નથી. આ ગામની એક પણ દીકરી ધોરણ 8 પછી આગળ અભ્યાસ જ નથી કરી શકી. જેનું મુખ્ય કારણ એ છે કે, આ ગામમાં ધોરણ 8 પછીના વર્ગો નથી. આ ગામમાંથી બહાર જવા માટે બસ કે કોઈ વાહનની વ્યવસ્થા પણ નથી. બીજુ અહીંના ગ્રામજનો એટલા ગરીબ છે કે, તેઓ પોતાના બાળકોને વધુ અભ્યાસ માટે બહાર મોકલી શકે તેમ નથી.

એક તરફ શહેરમાં માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલી રહ્યાં છે, તો બીજી તરફ આ ગામના હોંશિયાર વિદ્યાર્થીઓ સુવિધાના અભાવે આગળ ભણી નથી શકતાં. ગ્રામજનો પણ પોતાના બાળકોને આગળ ભણાવવા માંગે છે, પરંતુ ગરીબીના કારણે તેઓ તેમ કરી શકતા નથી. આ ગામમાં વસતા ગ્રામજનો ઈચ્છે છે કે, આ ગામમાં શિક્ષણ સુવિધાનો તો અભાવ છે જ. આ સાથે આરોગ્ય સેવાના નામે પણ મીંડું જોવા મળે છે.

ગ્રામજનો પણ ઈચ્છે છે કે, ગામમાં કોઈ સારા સરપંચ આવે અને તેમની સમસ્યા પર ધ્યાન આપે. ગુજરાતમાં શિક્ષણ માટે જરૂરી માળખાગત સુવિધાઓમાં સુધારો થયો હોવાના મોટા-મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. જો કે સરકારી આંકડાઓમાં જે દ્રશ્ય જોવા મળે છે, તે ખરેખર અલગ છે. આતો માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના ઉંડવી ગામની જ વાત થઈ. આવા તો રાજ્યના અનેક આંતરિયાળ ગામો હશે, જ્યાં આવી પાયાની સુવિધાનો જ અભાવ હશે.

આવા સંજોગોમાં ’વાંચો ગુજરાત’ અને ’ભણે ગુજરાત’ જેવા સુત્રો આપનાર રાજ્યની ભાજપ સરકાર ગુજરાતના ભાવિની ચિંતા વહેલામાં વહેલી તકે કરે તે જરૂરી છે. આ ગામમાં આરોગ્યનો પણ અભાવ રહેલો છે. આ ગામમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ પણ આપવામાં આવતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા અનેક સૂત્રો દીવાલો ઉપર ચિતરવામાં આવે છે બેટી બચાવો….. બેટી પઢાવો… દીકરી વિશેના અનેક સૂત્રો દિવાલ ઉપર સરકાર લકી અને મોટો પ્રચાર કરી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું ગામ જ્યાં દિકરીઓ શિક્ષણથી વંચિત રહી અને પોતે અભ્યાસ કરતી નથી જેના પાછળ નું કારણ શું જે એક સવાલ ઉઠયો છે. કદાચ સુરેન્દ્રનગર જિલ્લાના નકશામાં શું ગામ નહીં હોય ત્યારે હાલમાં અનેક પ્રશ્નો ચર્ચામાં ચાલ્યા છે ત્યારે હવે કદાચ મીડિયા મારફતે સરકાર કદાચ આ ગામમાં પહોંચે અને આ ગામને શિક્ષણ આરોગ્ય સેવા સહિતની સેવાઓ મળશે તેઓ હાલમાં ગ્રામજનોની મહિલામાં ચર્ચાતું હતું.