બિપરજોય ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં કચ્છમાં સૌથી વધુ નુકસાન થતું જોવા મળ્યું છે. વાવાઝોડાના લીધે કચ્છમાં અત્યારસુધી 304 વૃક્ષ ધરાશાયી થયા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 192 વીજપોલ પડ્યા છે. કચ્છ જિલ્લાના 406 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. વાવાઝોડું જવાની સાથે તંત્ર ખોરવાયેલો વીજ પુરવઠો યથાવત્ કરવાની સ્થિતિમાં લાગી ગયું છે.
વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. આના લીધે એક સમયે આખા કચ્છને આવરી લે તેવું વાવાઝોડું કાંઠાના વિસ્તારોમાં પણ તેની તીવ્રતા ગુમાવવા લાગ્યું હતું. હવે આ વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
હાલમાં કચ્છમાં વાવાઝોડા પછીના પવનની ઝડપ જોઈએ તો કંડલા પોર્ટમાં પ્રતિ કલાક 41 કિ.મી.ની છે, જ્યારે મુંદ્રામાં પ્રતિ કલાક 65 કિ.મી.ની છે. નલિયામાં પ્રતિ કલાક 75 કિ.મીની છે તો માંડવીમાં 66 કિ.મી. જખૌમાં 90 કિ.મી., કોટેશ્વરમાં 111 કિ.મી, લખપતમાં 115 કિ.મી. અને ભૂજમાં 40 કિ.મી. છે.
વાવાઝોડું જ્યાં ટકરાયું ત્યાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. અબડાસા-નખત્રાણા સામાન્ય વરસાદ નોંધાયો છે. લખપતમાં માત્ર 4 MM વરસાદ જ નોંધાયો છે. જોકે આ ત્રણ તાલુકામાં ગત રાત્રીએ ભારે પવન ફૂંકાયો હતો. ઓછા વરસાદના કારણે મોટી નુકશાની ટળી હોવાનું જાણકારોનો મત છે. કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું.
વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.
આ પણ વાંચોઃ Biparjoy Cyclone/ વાવાઝોડું પસાર પરંતુ આફ્ટર ઇફેક્ટ્સનો ખતરો હજી ટળ્યો નથી
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડું પસારઃ કચ્છમાં તારાજી પણ જાનહાનિ નહીં
આ પણ વાંચોઃ આજનું રાશિફળ/ 16 જુન 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચોઃ Tamilnadu/ CM સ્ટાલિને મંત્રીની ધરપકડ પર ભાજપને આપી આ ચેતવણી
આ પણ વાંચોઃ વાતચીત/ બિપોરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર કરી વાતચીત