Not Set/
વડોદરામાં સ્વાઈન ફલૂનાં ચાર નવાં કેસો સામે આવતા તંત્ર દોડતું થયું
વડોદરા. બદલાતા વાતાવરણને કારણે વડોદરામાં સ્વાઇન ફ્લુએ માથું ઊંચક્યું છે. ચાલુ મહિને વડોદરામાં સ્વાઇન ફ્લુનાં ચાર નવાં કેસ સામે આવ્યાં છે. અન્ય રોગચાળાએ પણ શહેરમાં કહેર વર્તાવતાં શહેરીજનો બીમારીઓમાં સપડાયા છે. વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો કહેર જોવાં મળી રહ્યો છે. મેલેરીયા, ડેન્ગયુ, ચિકનગુનીયા, કમળા જેવા રોગનાં વાવર વચ્ચે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યાં […]
બદલાતા વાતાવરણને કારણે વડોદરામાં સ્વાઇન ફ્લુએ માથું ઊંચક્યું છે. ચાલુ મહિને વડોદરામાં સ્વાઇન ફ્લુનાં ચાર નવાં કેસ સામે આવ્યાં છે. અન્ય રોગચાળાએ પણ શહેરમાં કહેર વર્તાવતાં શહેરીજનો બીમારીઓમાં સપડાયા છે.
વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો કહેર જોવાં મળી રહ્યો છે. મેલેરીયા, ડેન્ગયુ, ચિકનગુનીયા, કમળા જેવા રોગનાં વાવર વચ્ચે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. અત્યાર સુધી બાકાત રહેલાં સ્વાઇન ફ્લુનાં રોગે પણ દેખા દેતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. ચાલુ સિઝનમાં જાન્યુઆરી અને એપ્રીલ મહીનામાં મળીને કુલ 2 સ્વાઇન ફ્લુનો પોઝીટીવ કેસો નોંધાયા હતા.
જો કે, સપ્ટેમ્બર મહીનામાં જ અત્યાર સુધીમાં કુલ 4 દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. વડોદરા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે શહેરની વિવિધ ખાનગી હોસ્પીટલોમાં કુલ 30 જેટલા આઇસોલેશન વોર્ડ ઉભા કર્યા છે. જો કે સ્વાઇન ફ્લુનો વાઇરસ લોકલ વાઇરસ બની ગયો હોવાને કારણે હવે આરોગ્ય વિભાગના અધીકારીઓ તેને સિઝનલ વાઇરસનુ નામ આપી રહ્યા છે.
આ મુદ્દે વીએમએસએસ નાં આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે,
Dr. Mukesh Vaidhya, Health Officer
સામાન્ય નાગરિકોને મંતવ્ય ન્યુઝનાં માધ્ય્મતથી જણાવવા માંગુ છું કે આપ જે સ્વાઈન ફ્લૂની વાત કરો છો, ખરેખર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા હવે તેનું નવું નામકરણ કરવામાં આવ્યું છે, જેને હવે સ્વાઈન ફ્લૂની જગ્યાએ સીઝનલ ફલૂ તરીકે ઓળખવું. વડોદરાની વાત કરવામાં આવે તો 20 લાખની જનસંખ્યામાં આ સીઝનમાં માત્ર 6 જ કેસો સામે આવ્યા છે.’