Not Set/ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મનુ અને સુમિતની જોડીએ સર્જ્યો અપસેટ

ભારતની મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની પુરુષ ડબલ્સ જોડીએ મોટો અપસેટ સર્જતા આજે અહીં ૭૦૦૦૦૦ ડોલર ઈનામી જાપાન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોહ વી શેમ અને ટેન વી કિયોંગની મલેશિયાની ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ટીમને હરાવી દીધી. સૈયદ મોદી ગ્રાં પ્રી ગોલ્ડ ૨૦૧૫માં આ મલેશિયન જાડીને હરાવનાર રાષ્ટ્રીય ચેમ્પ્યિયન  મનુ અને સુમિતે બીજી ગેમમાં એક […]

Sports

ભારતની મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની પુરુષ ડબલ્સ જોડીએ મોટો અપસેટ સર્જતા આજે અહીં ૭૦૦૦૦૦ ડોલર ઈનામી જાપાન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોહ વી શેમ અને ટેન વી કિયોંગની મલેશિયાની ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ટીમને હરાવી દીધી.

સૈયદ મોદી ગ્રાં પ્રી ગોલ્ડ ૨૦૧૫માં આ મલેશિયન જાડીને હરાવનાર રાષ્ટ્રીય ચેમ્પ્યિયન  મનુ અને સુમિતે બીજી ગેમમાં એક મેચ પોઈન્ટ બચાવ્યો અને ૧૭-૧૯થી પાછળ ધકેલાયા બાદ વાપસી કરતા વી શેમ અને ટેન વીની દુનિયાની ટોચની ૧૦મી નંબરની જાડીને ૫૪ મિનિટમાં ૧૫-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૯થી હરાવી.

ભારતીય જોડી આ બીડબ્લ્યુએફ વિશ્વ ટૂર સુપર ૭૫૦ ટૂર્નામેન્ટના આગામી તબક્કામાં ચીનના હી જિટિંગ અને ટેન કિયાંગની જાડી સાથે ટકરાશે.

આ દરમિયાન સાત્વકસાઈરાઝ અને ચિરાગ શેટ્ટી તથા અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જાડી હાર સાથે ટૂર્નામેન્ટ બહાર ફેંકાઈ ગઈ છે.

સાત્વક અને ચિરાગની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા જાડીને તાકેશી કામુરા અને કેઈગો સોનોદાની જાપાનની ટોચની ત્રીજા ક્રમાંક ધરાવતી જાડી સામે હારનો સામનો કરવો પડ્યો. તેમણે ૧૨-૨૧, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે અશ્વિની અને સિક્કીને ચાંગ યી ના અને જુંગ ક્યુંગ સુનની કોરીયાની જાડી વિરુદ્ધ ૧૭-૨૧, ૧૩-૨૧થી હારનો સામનો કરવો પડ્યો.