માંડવી/ તડકેશ્વર ખાતેથી દવામાંથી નીકળ્યો વાળ, દવા બનાવતી કંપનીની બેદરકારી થઇ છતી

માંડવીના તડકેશ્વર ખાતેથી દવામાંથી વાળ નીકળ્યો છે. ગ્રાહક દ્વારા ખરીદેલી દવામાંથી વાળ નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. LIKACE SP TAB નામની ટેબલેટ ખોલતા વાળ દેખાયો હતો.

Gujarat Others
દવામાંથી વાળ
  • તડકેશ્વર ખાતેથી દવામાંથી નીકળ્યો વાળ
  • LIKACE SP TAB નામની ટેબલેટમાં વાળ
  • ગ્રાહકે કર્યો આક્ષેપ
  • દવા બનાવતી કંપનીની બેદરકારી
  • આરોગ્ય મંત્રીને કરાઈ ફરિયાદ

માંડવીના તડકેશ્વર ખાતેથી દવામાંથી વાળ નીકળ્યો છે. ગ્રાહક દ્વારા ખરીદેલી દવામાંથી વાળ નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. LIKACE SP TAB નામની ટેબલેટ ખોલતા વાળ દેખાયો હતો.તો આ દવા શિફા હોસ્પિટલ બહાર આવેલ મેડિકલ સ્ટોરમાંથી ખરીદવામાં આવી હતી.દર્દીએ અનેક અધિકારીઓ અને આરોગ્ય મંત્રીને આ અંગે ફરિયાદ કરી છે.. તો દવા બનાવતી કંપનીની બેદરકારી સામે આવી છે. દવા બનાવતી કંપની સરકારના નીતિ નિયમો મુજબ દવા બનાવતી વખતે તકેદારી રાખતી નથી અને નિયમોનું પાલન નહી કરી લોકોના આરોગ્ય સાથે કંપનીઓ ચેડા કરી રહી છે આ બાબતે દર્દી એ સ્થાનિક લેવલે માંડવી તાલુકાના મામલતદાર ને પણ ફરિયાદ કરી છે સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સહિત આ વિભાગ સાથે લાગતા-વળગતા અધિકારીઓને લેખિત ફરિયાદ કરી અને કંપની વિરુદ્ધ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી મારી માંગ છે.

આ પણ વાંચો:કોંગ્રેસ ગુજરાત ચૂંટણીમાં સીએમ ઉમેદવાર જાહેર નહીં કરે : જિગ્નેશ મેવાણી

આ પણ વાંચો:બર્મુડા ટ્રાયેન્ગલ શું છે જ્યાં મોટા વિમાનો અને જહાજો અચાનક ગાયબ થઈ જાય છે, રહસ્ય હજુ ઉકેલાયું નથી

આ પણ વાંચો:શુ છે ઝિર્કોન મિસાઈલ ? જેની ઝડપ અવાજ કરતા અનેક ગણી વધારે છે

logo mobile