Not Set/ અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલે ACBના સકંજામાં ઝડપાયો

હાલમાં જ ગુજરાતમાં આવેલા પૂરમાં આપણે ગુજરાત પોલીસના વિરલાઓને જનતાની મદદે દોડતા જોયા હતા. પોતાના જીવ ની પરવા કર્યા વિના આમ નાગરિક અને જનતાનો જીવ બચાવવા માટે 4 ફૂટ 5 ફૂટ પાણીમાં થઈને પણ લોકોના જીવ બચાવ્યા હતા. આજ પોલીસ ખાતાંમાં કેટલાક લોકો એવા પણ છે કે તેમના કારણે આ વિરલાઓની કહાની દાગદાર  બની જાય […]

Top Stories Ahmedabad Gujarat
bribe1566034183997 અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલે ACBના સકંજામાં ઝડપાયો

હાલમાં જ ગુજરાતમાં આવેલા પૂરમાં આપણે ગુજરાત પોલીસના વિરલાઓને જનતાની મદદે દોડતા જોયા હતા. પોતાના જીવ ની પરવા કર્યા વિના આમ નાગરિક અને જનતાનો જીવ બચાવવા માટે 4 ફૂટ 5 ફૂટ પાણીમાં થઈને પણ લોકોના જીવ બચાવ્યા હતા.

આજ પોલીસ ખાતાંમાં કેટલાક લોકો એવા પણ છે કે તેમના કારણે આ વિરલાઓની કહાની દાગદાર  બની જાય છે.

આમેય લાંચ લેવાના મામલામાં પોલીસ પહેલાથી જ બદનામીનો માર સહન કરી રહી છે, ત્યારે વધુ એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા પોલીસના માથે લાંચના કલંકમાં વધુ એક ઉમેરો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મણીનગર પોલીસ મથકમાં ફરજ બજાવનાર એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર હસમુખ પટેલે એક વ્યક્તિને ઝડપી કહ્યું કે, તારૂ એક પ્રોહિબિશનના કેસમાં નામ ખુલ્યું છે, તારી ધરપકડ કરવામાં આવશે.

કોન્સ્ટેબલે આ વ્યક્તિને ધરપકડથી બચવા માટે ઓફર આપી કે, જ્યાં સુધી તને આગોતરા જામીન ન મળે ત્યાં સુધી, તને સમય આપવામાં આવશે, તથા તારા ઘરે વારંવાર તપાસના નામે હેરાન પણ નહીં કરવામાં આવે. આ માટે હેડ કોન્સ્ટેબલે તેની પાસે 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન