Not Set/ સુરત: 2800 જેટલા એસ.ટી. કર્મીઓ હડતાળ પર, જનતા ત્રાહિમામ પોકારી ગઈ

સુરત, સમગ્ર રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. જેમાં 2800 જેટલા કર્મચારીઓ એસ.ટી. ડેપોમાં ધરણા પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ સંતોષવા સરકાર સામે વિરોધ કર્યો હતો. પગાર વધારા સહિતની માગણીને લઇ કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રે કોઇ પગલા ન લેતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. એસટી બસની હડતાળની અસર સરકાર […]

Top Stories Gujarat Surat
mantavya 268 સુરત: 2800 જેટલા એસ.ટી. કર્મીઓ હડતાળ પર, જનતા ત્રાહિમામ પોકારી ગઈ

સુરત,

સમગ્ર રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. જેમાં 2800 જેટલા કર્મચારીઓ એસ.ટી. ડેપોમાં ધરણા પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ સંતોષવા સરકાર સામે વિરોધ કર્યો હતો.

પગાર વધારા સહિતની માગણીને લઇ કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રે કોઇ પગલા ન લેતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

એસટી બસની હડતાળની અસર સરકાર પર થાય કે નહીં થાય પરંતુ સામાન્ય માણસ પાર તેની અસર જરુર થઈ જોવા મળી રહી છે. પોતામાં કામ ધંધા પર જાવા નીકળેલા મુસફરો બસની હડતાળને પગલે ભારે પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

જોકે શહેરમાં બીઆરટીએસ સેવા ચાલુ હોવાથી શહેરીજનોને ખાસ ફરક પડ્યો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ને મુશ્કેલી નડી રહી છે. વિદ્યાર્થીઓ શાળા કે કોલેજ પર જવામાં ખાનગી વાહનોનો સહારો લેવો મજબૂર બન્યા છે.