કોરોના/ મુંબઇમાં કોરોના વિસ્ફોટ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2510 કેસ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના નવા કેસોમાં મોટો વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે લગભગ બમણા કેસની પુષ્ટિ થઈ છે

Top Stories India
1111kkkkkkk મુંબઇમાં કોરોના વિસ્ફોટ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2510 કેસ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના નવા કેસોમાં મોટો વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે લગભગ બમણા કેસની પુષ્ટિ થઈ છે. BMC દ્વારા સાંજે લગભગ 7 વાગ્યે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2510 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. બીજી તરફ, મંગળવારે 1377, સોમવારે 809, રવિવારે 922, શનિવારે 757, શુક્રવારે 683 અને ગુરુવારે 602 કેસની પુષ્ટિ થઈ હતી.

કોરોનાની ઝડપને જોતા મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે, “ગયા અઠવાડિયે દરરોજ 150 કેસ આવતા હતા. હવે લગભગ બે હજાર કેસ સામે આવી રહ્યા છે. મુંબઈમાં આજે રોજના બે હજાર કેસનો આંકડો વટાવી ગયો છે.”આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે રાજ્યમાં કોવિડ-19ના નવા કેસની સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધારો થવા પર ચિંતા વ્યક્ત કરી અને તેને “ડરામણી સ્થિતિ” ગણાવી. તેમણે કહ્યું કે છેલ્લા આઠ-દસ દિવસમાં રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પાંચ હજારથી છ હજારની વચ્ચે રહી છે.

ટોપેએ કહ્યું, “મુંબઈમાં દરરોજ 51,000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ જો 2,200 લોકો સંક્રમિત જોવા મળે છે તો ચેપ દર 4 ટકા છે, જે યોગ્ય નથી. આપણે સાવધ રહેવું પડશે.”મંત્રીએ લોકોને પરસ્પર અંતર જાળવવા અને માસ્ક પહેરવા વિનંતી કરી. રસીકરણ વધારવા પર ભાર મુકતા તેમણે કહ્યું કે રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે અને તમામ પક્ષોના નેતાઓ, ધાર્મિક નેતાઓ અને એનજીઓએ લોકોને રસીકરણ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરવી જોઈએ.