Not Set/ રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા પર રાહુલે પીએમ મોદીને યાદ કરાવ્યું ‘જ્ઞાન’

રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા બાદ હવે એક ડોલર 70 રૂપિયા બરાબર થઇ ગયો છે. આશા મુજબ આના પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાના મૂડમાં છે. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીનો જૂનો વિડિઓ ટ્વિટ કરીને રૂપિયામાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. આ વિડિઓ એ સમયનો છે જયારે પીએમ મોદી […]

Top Stories India
641083 rahul modi રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા પર રાહુલે પીએમ મોદીને યાદ કરાવ્યું 'જ્ઞાન'

રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા બાદ હવે એક ડોલર 70 રૂપિયા બરાબર થઇ ગયો છે. આશા મુજબ આના પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાના મૂડમાં છે. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીનો જૂનો વિડિઓ ટ્વિટ કરીને રૂપિયામાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. આ વિડિઓ એ સમયનો છે જયારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે ભારતીય રૂપિયાએ સુપ્રીમ લીડર ને ઐતિહાસિક ઘટાડા સાથે નો કોન્ફિડન્સ આપ્યો છે. સુપ્રીમ લીડર નું અર્થવ્યવસ્થા પર માસ્ટર જ્ઞાન આ વીડિયોમાં સાંભળો, જેમાં તેઓ રૂપિયાના સતત અવમૂલ્યનનું કારણ સમજાવી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતાઓ અને આમ આદમી પાર્ટીએ પણ રૂપિયામાં ઘટાડા પર પીએમને સવાલ પૂછ્યા છે.

કેન્દ્ર સરકારે આ ઐતિહાસિક ઘટાડા બાદ કહ્યું છે કે અર્થવ્યવસ્થા પોતાની ઝડપથી ચાલી રહી છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે નિવેદનમાં કહ્યું કે લોકોને ગભરાવવાની જરૂર નથી. સરકારનું માનવાનું છે કે થોડા દિવસમાં રૂપિયો મજબૂતી હાસિલ કરી લેશે.