ICC T20 World Cup 2022/ ફરીથી કોહલીની ધમાલઃ બાંગ્લાદેશ સામે ઇન્ડિયાએ કરી કમાલ

ICC T20 WORLD CUPમાં બાંગ્લાદેશને (Team Bangladesh) ટોસ જીતીને ભારતને (Team India) બેટિંગમાં ઉતારવાનો નિર્ણય ભારે પડ્યો લાગે છે. આઉટ ઓફ ફોર્મ રાહુલે (Rahul) ખરા સમયે ફોર્મ મેળવતા અને કોહલીએ (Kohli) તેનું ફોર્મ જાળવી રાખતા ભારતે 6 વિકેટે 184 રન કર્યા હતા.

Top Stories Sports
Kohli ફરીથી કોહલીની ધમાલઃ બાંગ્લાદેશ સામે ઇન્ડિયાએ કરી કમાલ
  •  ભારતે સેમી ફાઇનલ પ્રવેશ સુનિશ્ચિત કરવા આજની મેચ જીતવી પડશે
  • રાહુલે ફોર્મ પરત મેળવતા 32 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 50 રન કર્યા
  • કોહલીના 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 64 રન

ICC T20 WORLD CUPમાં બાંગ્લાદેશને (Team Bangladesh) ટોસ જીતીને ભારતને (Team India) બેટિંગમાં ઉતારવાનો નિર્ણય ભારે પડ્યો લાગે છે. આઉટ ઓફ ફોર્મ રાહુલે (Rahul) ખરા સમયે ફોર્મ મેળવતા અને કોહલીએ (Kohli) તેનું ફોર્મ જાળવી રાખતા ભારતે 6 વિકેટે 184 રન કર્યા હતા.

વરસાદના ડર વચ્ચે બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યા પછી ભારતની શરૂઆત ફરીથી નબળી રહી હતી. ભારતે ફક્ત 11 રને હિટમેન કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) ગુમાવ્યો હતો. તે ફક્ત બે રન કરી શક્યો હતો. તે સમયે લોકોને ફરીથી ડર લાગ્યો કે રાહુલ તો આઉટ ઓફ ફોર્મ છે ફરીથી પાછુ બધુ કોહલીના માથે આવશે. પણ રાહુલે આ મ્હેણુ ટાળતા હોય તેમ ખરા સમયે જબરજસ્ત ફોર્મ ઝળકાવી 32 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. આ દરમિયાન કોહલી સાથે તેણે 67 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ ભાગીદારી સેટ થઈ ગઈ તેમ લાગતું હતું ત્યાં રાહુલ શકીબ અલ હસન(Shakib Al Hasan)ને છગ્ગો મારવાના પ્રયાસમાં રહેમાનના હાથમાં ઝીલાઈ ગયો હતો. બીજી બાજુએ કોહલીએ સુંદર પ્રારંભ આપ્યા બાદ એક છેડો સાચવી રાખ્યો હતો અને રાહુલને મુક્ત મને રમવા દીધો હતો. રાહુલ પછી સૂર્યકુમાર (Suryakumar) સાથે કોહલીએ 38 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ 38 રનમાંથી 30 રન તો સૂર્યકુમારના જ હતા. તેણે ફક્ત 16 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. તે પણ શકીબની ઓવરમાં આઉટ થયો હતો.ભારતે સૂર્યકુમાર પછી હાર્દિક પંડ્યા(Hardik Pandya), દિનેશ કાર્તિક (Dinesh Kartik) અને અક્ષર પટેલની(Axar patel) વિકેટ ઝડપતી ગુમાવી હતી. પણ કોહલીએ એકબાજુએ છેડો રાખીને ભારત મજબૂત સ્કોર સુધી પહોંચી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું.

તેણે 40 બોલમાં 7 ચોગ્ગાની મદદથી હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી તે 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 64 રન કરી અણનમ રહ્યો હતો. તેની સાથે અશ્વિન પણ છ બોલમાં એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 13 રન કરી અણનમ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે સેમી ફાઇનલ પ્રવેશ સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સામેની મેચ જીતવી જ પડે તેમ છે. જો વરસાદનું વિઘ્ન નડે અથવા તો મેચ હારી જાય તો તેણે અંતિમ મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે તે મેચને પણ કોઈપણ સંજોગોમાં જીતવી પડે. આથી ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે.