#TokyoOlympic2021/ શરત કમલે ટેબલ ટેનિસમાં મેેળવી જીત, પોર્ટુગલની ટિયાગોને 4-2 થી આપી માત

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે પુરૂષ સિંગલ્સમાં પોર્ટુગલનાં ટિયાગો અપોલોનિયાને માત આપી હતી. શરત કમલે મેન્સ સિંગલ્સ મેચનો બીજો રાઉન્ડ જીત્યો છે.

Top Stories Sports
શરત કમલ

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે પુરૂષ સિંગલ્સમાં પોર્ટુગલનાં ટિયાગો અપોલોનિયાને માત આપી હતી. શરત કમલે મેન્સ સિંગલ્સ મેચનો બીજો રાઉન્ડ જીત્યો છે. પ્રથમ રમતમાં 2-11ની હાર બાદ શરતે સતત ગેમ 2, ગેમ 3 જીતીને 2-1ની લીડ મેળવી શાનદાર વાપસી કરી હતી. ટિયાગોએ શરત સામે સખત પડકાર મૂક્યો હતો અને ગેમ 4 માં પરત ફરતા તેને ટાઇ કર્યુ હતુ. પરંતુ ગેમ 5 અને ગેમ 6 માં કમલે જીત મેળવીને મેચ 4-2થી જીતી લીધો હતો અને રાઉન્ડ 3 માં પ્રવેશ કર્યો હતો. તેઓએ મેચ 2-11, 11-8, 11-5, 9-11, 11-6 અને 11-9થી જીતી નોંધાવી હતી. શરત હવે ત્રીજા રાઉન્ડમાં ચીનનાં એમ.એ. લોન્ગનો સામનો કરશે.

11 499 શરત કમલે ટેબલ ટેનિસમાં મેેળવી જીત, પોર્ટુગલની ટિયાગોને 4-2 થી આપી માત

Tokyo Olympic 2021 / તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

શરતની શરૂઆત સારી નહોતી રહી. ટિયાગોએ પ્રથમ રમતમાં સતત નવ પોઇન્ટ સરળતાથી બનાવીને પોતાનું નામ બનાવ્યું હતુ. શરતે જોકે બીજી ગેમમાં 5-0ની લીડ મેળવીને તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ટિયાગોએ કમતની વચ્ચે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પણ 39 વર્ષનાં શરત લીડ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. આ દરમ્યાન ભારતીય ખેલાડીની ‘મૂવમેન્ટ’ સારી રહી. ત્રીજી ગેમમાં પણ શરતે 5-0ની લીડથી શરૂઆત કરી અને સરળતાથી રમત જીતી લીધી અને મેચમાં 2-1થી આગળ વધ્યો. શરત ચોથી રમતમાં પણ આગળ હતો પરંતુ ટિયાગોએ પહેલા સ્કોર 7-7થી બરાબરી કરી અને પછી ગેમ જીતી મેચને બરાબરી પર લાવી દીધી. ભારતીય ખેલાડીની પ્રારંભિક લીડ પછી, પાંચમી ગેમમાં પણ, સ્કોર એક સમયે 4-4 ની બરાબરીએ હતો.

https://twitter.com/ANI/status/1419472743318261763?s=20

Tokyo Olympic 2021 / ભારતને ટેનિસમાં મળી નિરાશા, સાનિયા મિર્ઝા અને અંકિત રૈનાની જોડી પહેલા રાઉન્ડમાં થઇ બહાર

શરત ટેબલની નજીક આવ્યો અને રમવા લાગ્યો. તેને તેનો લાભ મળ્યો. તેણે પાંચ ગેમ પોઇન્ટ મેળવ્યા અને તેણે બેકહેન્ડ પર પોઇન્ટ મેળવી મેેચમાં ફરીથી લીડ મેળવી લીધી હતી. છઠ્ઠી રમતમાં, ખૂબ જ કડક લડત થઈ અને સ્કોર 9-9થી બરાબર થઈ ગયો. શરથે જોકે આક્રમકતા દર્શાવી અને સતત બે પોઇન્ટ સાથે મેચ જીતી લીધી. રવિવારે અન્ય ભારતીય ખેલાડી જી સથિઆન પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં હારી ગયો હતો પરંતુ મણિકા બત્રાએ મહિલા સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.

IPL 2021 Schedule / BCCI દ્વારા IPL ની બાકીની 14 મેચની તારીખો જાહેર કરવામાં આવી

11 500 શરત કમલે ટેબલ ટેનિસમાં મેેળવી જીત, પોર્ટુગલની ટિયાગોને 4-2 થી આપી માત

બીજી તરફ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતે પ્રથમ વખત તલવારબાજીમાં પ્રવેશ કર્યો છે અને તલવારબાજ ભવાની દેવીએ ઓલિમ્પિક રમતોમાં શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની પહેલી મેચ એકપક્ષી રીતે જીતી હતી. તેણીએ વ્યક્તિગત સાબરે ઇવેન્ટમાં ટ્યુનીશિયાની નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવીને બીજા રાઉન્ડમાં (32 નાં રાઉન્ડમાં) પ્રવેશ કર્યો હતો. તેના બીજા રાઉન્ડની આ મેચ પણ આજે (સોમવારે) રમાશે.