Not Set/ ડોક્ટરનાં દિલની વાત મારો કોરોનાને લાત!

@ડો. સ્વપ્નિલ શાહ, M.D. E.C.F.M.G. (USA) – લાઈફ સ્ટાઈલ વેલનેસ  Scenario 1 કંટાળી ગયા છીએ સર જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી, તેઓ દુકાન બંધ કરીને બેસી ગયા છીએ અને ભૂલથી પણ કોઈ સામે આવી જાય તો ગામ આખું માથે લે છે. ચાર મહિનાની અંદર 15 કિલો જેટલું વજન ઓછું થયું છે. આવી રીતે જ ચાલશે […]

Top Stories Health & Fitness Lifestyle Mantavya Vishesh
doctor ડોક્ટરનાં દિલની વાત મારો કોરોનાને લાત!

@ડો. સ્વપ્નિલ શાહ, M.D. E.C.F.M.G. (USA) – લાઈફ સ્ટાઈલ વેલનેસ 

Scenario 1

કંટાળી ગયા છીએ સર જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી, તેઓ દુકાન બંધ કરીને બેસી ગયા છીએ અને ભૂલથી પણ કોઈ સામે આવી જાય તો ગામ આખું માથે લે છે. ચાર મહિનાની અંદર 15 કિલો જેટલું વજન ઓછું થયું છે. આવી રીતે જ ચાલશે તો કોરોનાની બીકથી મરી જઈશું.

Scenario 2

આ કોરોના ફોરોના જેવું કંઈ જ નથી બધી ઉપજાવેલી વાતો છે હું માનતો જ નથી કે કોરોના જેવો કોઈ રોગ છે. આખા ગામમાં રખડું છું થયું મને કંઈ થયુ. આ સેનીટાઇઝર માસ્ક બધા ખાલી પૈસા પડાવવાનાં ધંધા છે.

છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાનાં કારણે ડૉક્ટર તરીકે આ બંને ટાઈપનાં લોકો મળે કે જે બંને એક્સ્ટ્રીમ ઉપર હોય. એક ટાઈપનાં એવા લોકો છે કે જે કોરોનાથી ગભરાઈને ઘરે જ બેસી રહ્યા છે, જેમને બહાર નીકળતા પણ ડર લાગે છે એના લીધે એમને હેરાન થવાનું આવે છે અને બીજા ટાઇપનાં એવા લોકો છે જેમને કોરોનાનો જરાય ડર જ નથી અને એ કોઈ પ્રકારની પ્રિકોશન વગર બધી જગ્યા ફર્યા કરે છે અને જેનાથી એમના કારણે બીજા બધા લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે

તો સાચું શું છે. મારા ખ્યાલથી બંને એક્સ્ટ્રીમ ખોટા છે. કોરોનાને એક ન્યુટ્રલ એપ્રોચ સાથે આપણે જોવો જોઈએ. કોરોના લાંબા ટાઇમ સુધી રહેવાનો છે. બની શકે સમય જતા એક નોર્મલ વાઈરસની જેમ તે વર્તે પણ એટલું જલ્દી તે જવાનો નથી તે નક્કી છે. વેક્સિનની વાતો ચાલે છે એમાંથી અધુરી માહિતી સાથે લોકો જાણે આજ-કાલમાં આવી જવાની હોય તે રીતે રાહ જુએ છે, જે શક્ય જ નથી જેમ બાળકને માતાનાં ગર્ભમાં મેચ્યોર થતા નવ મહિના લાગે છે, તેમ વેક્સિનને આવતા અમુક વર્ષો લાગી જાય એમ છે, એટલે હવે કોરોના જાય એની લાંબા ટાઇમ સુધી રાહ જોઈને ઘરે બેસવુ શક્ય નથી અને જે લોકો એમ માને છે કે તેમને કંઈ થવાનું નથી તેમણે એક વખત કોરોનાને કારણે પોતાના સંબંધીઓને કે જેઓએ જીવ ગુમાવ્યો છે અને તેના કારણે તેમને જે ફિઝીકલી, મેન્ટલી અને ફાઇનાન્શ્યલી હેરાન થવું પડે છે તે એક વખત મળીને સમજવું જોઈએ કે કઈ રીતે કોરોનાએ ઘણા બધા જિંદગીનાં સમીકરણો બદલી દીધેલા છે.

એક ડોક્ટર તરીકે મારું સજેશન એ છે કે…

1. કોરોનાથી ગભરાવાની જરૂર નથી હા પણ પૂરી તકેદારી એટલે કે માસ્ક અને સેનીટાઇઝર સાથે ફરીથી જિંદગી ચાલુ કરી દેવી જોઈએ.

2. રૂટીન લાઈફનાં કામો કરવા જોઈએ પણ અન્ય મેળાવડા અને સોશિયલ ગેધરીંગ બને એટલા ઓછા અથવા તો લિમિટેડ કરવા જોઈએ.

3 કોરોનામાં ઘણી બધી દવાઓના રિસર્ચ ચાલે છે પણ અત્યાર સુધી એક વાત તો નક્કી જ છે કે છે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો મોટો રોલ છે કોરોનાની બીમારીથી બચવા!  ઇમ્યુનિટી એટલે માત્ર ફિઝિકલ જ નહીં પણ એટલી મેન્ટલ ઇમ્યુનિટી જરૂરી છે. જે રીતે ફિઝિકલ ઇમ્યુનિટી માટે વિટામીન સી, લીંબુનો શરબત ઘણી બધી આયુર્વેદિક દવાઓ વગેરે જરૂરી છે તે જે રીતે મેન્ટલ ફીટ રહેવા માટે મેડીટેશન, યોગા, પ્રાણાયામ વગેરે વસ્તુ પણ તેટલી જ જરૂરી છે. અને આટલું કર્યા પછી પણ કોરોના આવી જાય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. પ્રોપર ડોક્ટરનાં ગાઇડન્સ સાથે જ મેનેજ કરવામાં આવે તો કોરોનાનાં મોટા ભાગનાં કેસમાં એડમિટ થવાની જરૂર નથી. આ પર્સનલ એક્સપીરીયન્સ પ્રમાણે 90 ટકા લોકો ઘરે બેઠા હોમ ટ્રીટમેન્ટથી જ સારા થઈ શકે છે. બાકીનાં જે 10 ટકા લોકોને એડમિટ થવાની જરૂર પડતી હોય, એમાંથી બીજું બધું પ્રોપર મેનેજ થાય તો મોટાભાગનાં લોકો સારી રીતે  રિકવર થઈ શકે. આપને જાણીને નવાઈ લાગશ કે, કોરોના કરતાં પણ એક્સિડન્ટથી થતો મૃત્યુદર ઘણો વધારે છે છતાં પણ એક્સિડન્ટનાં ડરથી કયા માણસે વ્હીકલ ચલાવવાનું છોડી દીધું! એટલે કોરોનાથી ગભરાયા વગર એને જીવનનું એક પાર્ટ સમજી થોડીક તકેદારી સાથે જિંદગી ફરીથી ચાલુ કરવી જોઈએ.

એટલે જ કહું છું….ડોક્ટરનાં દિલની વાત સાથે મારો કોરોનાને લાત!